News of Monday, 21st October 2024
જાણો અનેક રીતે ગુણકારી એવા મીઠા લીમડાના ગૂણ વિશે

નવી દિલ્હી: મીઠા લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. તેને કરીપત્તા, સેકડીપત્તા અને મીઠો લીમડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય રસોઈમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. કેમ કે તેની ખાસ સુગંધ અને તીખાશના કારણે તે ભોજનનો સ્વાદ વધારી દે છે. મીઠા લીમડાના કેટલાય ઔષધિય ગુણ હોય છે. તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડેંટ ગુણ જોવા મળે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોજ સવારે ઉઠીને તેનું પાણી પીવાથી અઢળક ફાયદા થાય છે.
આપણે દાળમાં તડકો લગાવવા માટે અથવા તેની ચટણી બનાવીને દરરોજ મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ. જો કે, રોજ સવારે મીઠા લીમડાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મીઠા લીમડાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે. સવારે વહેલા ઉઠીને મીઠા લીમડાનું પાણી પીવું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને કબજિયાત વગેરે જેવી સમસ્યા હોય તેમણે દરરોજ સવારે મીઠા લીમડાનું પાણી પીવું જોઈએ. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને અપચો અને કબજિયાતથી રાહત આપે છે. મીઠા લીમડાનું પાણી પીવાથી હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ મળે છે. મીઠા લીમડાનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને તેનાથી સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મીઠો લીમડો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ તેનું પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
