તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલને થયું મોટું નુકશાન

નવી દિલ્હી: હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું છે. ઈઝરાયલી સેનાએ રવિવારે ઉત્તર ગાઝામાં થયેલા વિસ્ફોટમાં બ્રિગેડ કમાન્ડર અહસાન દક્સાના મૃત્યુની પુષ્ટિ કરી છે. કમાન્ડરનું મોત હમાસના હુમલામાં થયું છે. સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, '401મી બ્રિગેડના કમાન્ડર કર્નલ અહસાન દક્સાનું જબાલિયા વિસ્તારમાં એ સમયે મૃત્યુ થઈ ગયું જ્યારે તેઓ પોતાના ટેન્કમાંથી બહાર નીકળી રહ્યા હતા.'બ્રિગેડ કમાન્ડરના મૃત્યુ પર રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટે પણ એક અલગથી નિવેદન જારી કર્યું હતું. તેમણે કહ્યું કે, હમાસના આતંકવાદીઓ સામે લડતા દક્સાનું મૃત્યુ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે દક્સાને આ પદ પર ચાર મહિના પહેલા જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. દક્સા વર્ષથી ચાલી રહેલા સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવનાર સૌથી મોટા સૈન્ય અધિકારીઓમાંથી એક હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અન્ય એક બટાલિયન કમાન્ડર અને બે અધિકારીઓને સામાન્ય ઈજા પહોંચી છે. અહસાન દક્સા વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓ વિસ્ફોટકની ચપેટમાં આવી ગયા હતા. હગારીના જણાવ્યા પ્રમાણે દક્સા હમાસના આક્રમક હુમલાઓને રોકવાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ 6 ઓક્ટોબરના રોજ જબાલિયા અને ઉત્તર ગાઝાના અન્ય ભાગો પર જમીની અને હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સેનાનું કહેવું છે કે અમારો લક્ષ્ય હમાસના આતંકવાદીઓને ફરી સંગઠિત થતા રોકવાનો છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
