તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
યુદ્ધમાં રશિયાની થઇ એન્ટ્રી:ઇઝરાયલે આપી ધમકી

નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. આ દરમિયાન રશિયાએ મોટું નિવેદન આપ્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પુતિન આ નવા યુદ્ધમાં સીધી એન્ટ્રીના મૂડમાં છે. રશિયા હવે ઈઝરાયલ વિરુદ્ધ અને ઈરાનની સાથે ખુલીને સામે આવી ગયુ છે. રશિયાએ ઈઝરાયલને ઉશ્કેરવા માટે પશ્ચિમ દેશોની ટીકા કરી. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાન પર જવાબી હુમલો કરી શકે છે પરંતુ રશિયાએ આ હુમલાથી પહેલી કડક ચેતવણી આપી દીધી છે. લાઓસના વિએન્ટિયનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવે કહ્યું 'ઈઝરાયલી હુમલાથી વિસ્તારમાં તણાવ વધવાના અણસાર છે. જો ઈરાનના અસૈન્ય પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરવાની કોઈ ધમકી આપવામાં આવી તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગંભીર ઉશ્કેરણી તરીકે જોશે. ઈરાન પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરી રહ્યું નથી રશિયન વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે 'વર્તમાન તણાવ છતાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ની પાસે એ વાતનો કોઈ પુરાવો નથી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરવામાં આવી રહ્યું છે. રશિયા તથ્યો પર આધારિત વલણ અપનાવે છે. દરેક દેશમાં તમને એવા રાજનેતા અને સાંસદ મળી જશે જે આવા વિચાર વ્યક્ત કરે છે પરંતુ એ જરૂરી નથી કે તેમના વિચાર દેશની સરકારની વાસ્તવિક નીતિઓ સાથે મેળ ખાતા હોય. અમે પહેલા પણ આ પેટર્ન જોઈ છે.' રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈરાન પ્રમુખ મસૂદ પેજેશકિયન પહેલી વખત તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાં શુક્રવારે મળ્યા. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરી. મળતી જાણકારી અનુસાર બંને દેશોના મધ્ય ડ્રોન અને અન્ય સુરક્ષા ઉત્પાદનને લઈને 1.7 અબજ ડોલરના નિકાસ કરાર પણ થયા છે. પુતિને ખુલીને ઈરાનનું સમર્થન કર્યુ અને ઈઝરાયલને ચેતવણી આપતાં પુતિને કહ્યું કે, 'ઈરાન પર હુમલો કરવાનું સાહસ કરતા નહીં.'
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
