News of Saturday, 28th September 2024
ઓએમજી..... મહિલાને ડૂબતી જોઈને લાઈવ રિપોર્ટિંગ છોડી પાણીમાં કૂદ્યો પત્રકાર

નવી દિલ્હી: અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે કેર વર્તાવ્યો છે. કેટેગરી-4નું શક્તિશાળી વાવાઝોડુ હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાના કારણે 1,000 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી જ્યારે 1.20 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. આ વચ્ચે એક પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. હેલેન વાવાઝોડાના કારણે અમેરિકાના અનેક રાજ્યો ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરી રહેલા એક પત્રકાર લાઈવ રિપોર્ટિંગ છોડી મહિલાને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો. ઘટના એવી છે કે, એક મહિલા પાણીમાં ફસાઈ ગઈ હતી અને તે મદદ માગી રહી હતી. પત્રકારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ પત્રકારની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
