News of Tuesday, 24th September 2024
ઓએમજી....જાપાનમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનની ધરા ફરી એક વાર ધણધણી ઉઠી છે. જાપાનના ટોક્યોમાં દક્ષિણ વિસ્તાપમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ઈઝુ દ્વીપના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જાપાનના હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે. લોકોને દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં એકથી 2 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. આજે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સમુદ્રી દ્વીપ હાચીજો પાસે સમુદ્રમાં સુનામીના નાના મોજા જોવા મળ્યા છે. જો બીજો આંચકો લાગે તો આ મોજા મોટા સુનામીનું સ્વરૂપ લઈ શકે છે. ભૂકંપનું કેન્દ્ર આ દ્વીપથી લગભગ 180 કિલોમીટર દૂર હતું.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
