News of Monday, 16th September 2024
દારૂ ન પીવા છતાં પણ દર્દીઓ પીડાય છે ફેટી લીવરથી

નવી દિલ્હી: દારૂ ન પીતા હોય પરંતુ, ફેટી લીવરથી પીડાતા હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બીમારીને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (શછખન્ઘ) કહેવાય છે. જે વિશ્વની ૩૨ ટકા જનતાને અસર કરે છે. સામાન્ય રીતે, આ બીમારીમાં જીવનશૈલીમાં બદલાવની સલાહ આપવામાં આવે છે. મિશિગન મેડિસિનની રિસર્ચ ટીમે તેના માટે નવી ટ્રીટમેન્ટ ડેવલપ કરી છે, જે અસરકારક છે. મિશિગન મેડિસિન રિસર્ચ ટીમે ડીટી-૧૦૯ નામનું ગ્લાયસીન આધારિત ટ્રિપેપ્ટાઈડ વિકસાવ્યું છે. તેના ઉંદરો અને વાંદરાઓ પર પરીક્ષણ બાદ સામે આવ્યું છે કે, નવી દવા લીવરમાંથી ચરબીના જથ્થાને ઘટાડવાની સાથે સોજાને રોકવામાં અસરકારક છે. ડીટી- ૧૦૯ ફેટી એસિડ ડિગ્રેડેશન અને એન્ટીઍાક્સિડન્ટને ઉત્તેજિત કરીને ફાઈબ્રોસિસની પ્રગતિને અટકાવે છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ(શછખન્ઘ)માં લીવરમાં ચરબીના ભરાવ બાદ બળતરા અને સોજા જોવા મળતા હોય છે. તે જ્યારે ગંભીર રૂપ ધારણ કરે ત્યારે, નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટિસ(શછજીલ્લ)માં બદલાઈ જાય છે. જે લીવર ટ્રાન્સપ્લાન્ટ શક્ય ન રહે તેટલી હદ્દ સુધી નુકસાન પહોંચાડે છે. એક રિપોર્ટ મુજબ, તે વિશ્વની ૬.૫ ટકા વસ્તીને અસર કરી રહ્યું છે. શછખન્ઘ અને શછજીલ્લટાઈપ-૨ ડાયાબિટીસ,હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને મેટાબોલિક સિન્ડ્રોમ સાથે નજીકથી જોડાયેલા છે. હાલમાં, શછજીલ્લની સારવાર માટે કોઈ માન્ય દવા નથી. સ્ટડીમાં સામે આવ્યું છે કે, ડીટી-૧૦૯ લિથોકોલિક એસિડના ઉત્પાદનને અટકાવે છે જે, શછખન્ઘ સાથે જોડાયેલ ઝેરી એસિડ છે. આ નવી ટ્રીટમેન્ટના સારા પરિણામોથી દર્દીઓમાં નવી આશા જન્મી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
