તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 16th September 2024
ટ્રમ્પ પર થયો ફરીથી હુમલાનો પ્રયાસ

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષિત છે. આ ઘટના પછી ખુદ ટ્રમ્પે પણ એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, ‘હું સુરક્ષિત અને સ્વસ્થ છું.’ રિપોર્ટ મુજબ આજે ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળેથી એકે 47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગૉલ્ફ ક્લબ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે, ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે, હાલ તેમને ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સિક્રેટ સર્વિસે તપાસ શરુ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
