<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

જાણો દુનિયામાં સૌથી વધારે વાર જોવાયેલ તસ્વીર વિશે

નવી દિલ્હી: આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં ફોટો અને વિડિયો કન્ટેન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં સૌથી વધુ વખત જોવામાં આવતો ફોટો કયો છે? શા માટે આ ફોટો વધુ વખત જોવામાં આવ્યો તેમજ કોણે ક્લિક કર્યો આ ફોટો?
મોટાભાગના લોકો ફોટોગ્રાફના શોખીન હોય છે. આજે, સોશિયલ મીડિયાના યુગમાં, લોકો મુસાફરીને બદલે ફોટા અને વીડિયો બનાવવા પર વધુ ધ્યાન આપે છે પરંતુ આજે અમે તમને એક એવા ફોટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાભરમાં સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે. હા, જાણો કયો ફોટો સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે.
કહેવાય છે કે, એક ફોટો હજાર શબ્દો બરાબર છે પરંતુ જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે કયો ફોટો અત્યાર સુધી સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે, તો પહેલો વિચાર લોકોને લિયોનાર્ડો દ વિન્ચી અથવા પિકાઓની પેઇન્ટિંગને યાદ કરે છે પરંતૂ હકીકતમાં સૌથી વધુ જોવાયેલો ફોટો બીજો જ છે.
સૌથી વધુ વાર જોવામાં આવેલ ફોટો વિન્ડોઝના XP વર્ઝન પર દેખાતો ફોટો છે. તમને જણાવી દઈએ કે 2001 અને 2007ની વચ્ચે આ તસવીર વિન્ડોઝ XP ડેસ્કટોપ પર વોલપેપર તરીકે સૌથી વધુ દેખાતી હતી. જોકે, આ પછી પણ ડેસ્કટોપ પર આ તસવીર યથાવત છે. આ તસવીરને લઈને મોટાભાગના લોકોનું માનવું હતું કે, તે નકલી છે અને દુનિયામાં આવી કોઈ જગ્યા નથી. લોકોને લાગ્યું કે તેને કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ તસવીર વાસ્તવિક હતી.

 

 

(5:32 PM IST)