તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
252 કિમીની ઝડપે આવેલ આ વાવાઝોડાએ આ દેશમાં મચાવી તબાહી

નવી દિલ્હી: જાપાનમાં ખતરનાક ટાયફૂન શાનશાને તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર પ્રશાસને લોકોને ઊંચા સ્થાનો પર જવાની અપીલ કરી છે. સ્થિતિ એવી છે કે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે. ટાયફૂન શાનશાને ગુરુવારે 252 કિલોમીટર (157 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવન સાથે જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યૂશૂ પર તબાહી મચાવી હતી. શાનશાન આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેમજ તે 1960 પછી જાપાનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું બની ગયું છે.સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યા સુધીમાં વાવઝોડું શાંત પડી ગયું હતું. આ દરમિયાન 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે સમગ્ર ક્યૂશૂમાં ભારે વરસાદ થયો હતો અને બાદમાં વાવાઝોડું હોન્શૂ ટાપુ તરફ આગળ વધ્યું હતું.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
