તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
ડોક્ટરોએ વૃદ્ધ મહિલાના પેટમાંથી બહાર કાઢી ૩૦ કિલોની ગાંઠ

અલ્માટી,તા. ૩૦: કઝાખસ્તાનના ડોક્ટરોએ ૬૫ વર્ષની એક મહિલાના પેટમાંથી ૩૦ કિલોગ્રામ વજન ધરાવતી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી હતી. આ ઓપરેશન અલ્માટીની કઝાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી એન્ડ રેડિયોલોજીમાં હતું. ડોક્ટરો પણ આટલી મોટી ગાંઠ જોઈને દંગ થઈ ગયા હતા. ઓપરેશન દ્વારા તેમણે મહિલાને નવજીવન આપ્યું હતું. ઘણા મહિલાને પેટમાં દુખતું હતું અને તેના પેટની સાઇઝ ધીમે-ધીમે વધી રહી સહન નહીં થતાં તે હોસ્પિટલમાં આવી હતી અને ડોક્ટરોને તાત્કાલિક ધોરણે આ ઓપરેશન હાથ ધરવું પડયું હતું. તેની તબિયત હવે સારી છે અને ટૂંક ડિસ્ચાર્જ આપી દેવાશે. આ પહેલાં ૨૦૧૪માં ચીનમાં યાંગ જિઆનબિન નામની ૨૫ મહિલા પર થયેલી સર્જરીમાં વિશ્વનું સૌથી મોટું ૧૧૦ કિલોગ્રામનું ટ્યુમર દૂર કરવામાં આવ્યું હતું. જન્મ સમયે તેને બર્થમાર્ક તરીકે આવેલી આ નાની ગાંઠ ૨૫ વર્ષમાં વધીને આટલી મોટી થઈ હતી. (
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
