તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
બાથરૂમમાંથી વારંવાર નીકળી રહ્યો છે કાનખજૂરો ?
જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તે કંઈપણ કયા વગર તમારા ઘરથી દૂર રહેશે

નવી દિલ્હી, તા.૨૪: વરસાદ દરમિયાન ઘરમાં અને બાથરૂમમાં કીડા-મકોડાનો ત્રાસ વધી જાય છે. સૌથી વધારે તો બાથરૂમ અને સિંકમાંથી જીવાત બહાર આવે છે. જેમાં સૌથી વધારે કાનખજૂરા જોવા મળે છે. તેને પકડવું પણ મુશ્કેલ છે. જો તે કાનમાં ઘૂસી જાય તો મોટી મુસીબત પેદા કરી શકે છે. જો તે કાનનો પડદો ફાડી નાખે તો સમસ્યા વધી શકે છે. કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે મિનિટોમાં તેનાથી છુટકારો મેળવી શકો છો. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તે કંઈપણ કર્યા વગર તમારા ઘરથી દૂર રહેશે.
કાનખજૂરા મોટે ભાગે બાથરૂમની ગટર અને સિંકમાંથી આવે છે. ખાસ કરીને આ જંતુઓ ઘણીવાર ત્યારે જ દેખાય છે જ્યારે સ્વચ્છતાનો અભાવ હોય છે. બાથરૂમનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ અને વેકયૂમ કરવું જોઈએ. બાથરૂમ હંમેશા સૂકો રાખવો જોઈએ. જો બાથરૂમ ચોખ્ખું રહેશે તો આ કીડા-મકોડાનો નામોનિશાન નહીં રહે.
જો બાથરૂમની ગટરમાંથી કાનખજૂરો વારંવાર બહાર આવી રહ્યો હોય, તો તેની ઉપર જાળી ફીટ કરો અને થોડા દિવસો માટે બજારમાં મળતા સ્પ્રે વડે છંટકાવ કરો.
સ્પ્રે બોટલમાં પાણી ભરો અને તેમાં શુદ્ધ તેલ ઉમેરો અને બાથરૂમના ખૂણામાં અથવા જ્યાં કાનખજૂરો હોય ત્યાં નિયમિતપણે તેનો છંટકાવ કરતા રહો.
લીંબુમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તે તિરાડ પર લગાવો જ્યાંથી કાનખજૂરો બહાર આવી રહ્યો છે. જો બાથરૂમમાં પણ તિરાડો પડી ગઈ હોય તો આ પેસ્ટ લગાવવાથી કાનખજૂરો ભાગી જશે.જો તમે થોડા દિવસો સુધી આ ટિપ્સ ફૉલો કરશો તો બાથરૂમમાં કે ઘરમાં કયાંય પણ કાનખજૂરો આવવાના બંધ થઈ જશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
