તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
ઓએમજી......આ શખ્સે પોતાની આંખ કાઢીને લગાવ્યો વાયરલેસ કેમેરો

નવી દિલ્હી: આપણી આંખ એક કેમેરાની જેમ કામ કરે છે, જે આપણી નર્વસ સિસ્ટમ સાથે કનેક્ટ હોય છે. એટલે આપણી નજીકની વસ્તુઓ સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, આ દુનિયામાં એક એવી વ્યક્તિ છે, જેણે પોતાની અસલી આંખ કાઢીને કેમેરા લગાવ્યો છે. આવું ફિલ્મમેકર રોબ સ્પેન્સે (Rob Spence) કર્યું છે. કેટલાક લોકો તેને રિયલ લાઈફ ટર્મિનેટર (Terminator) અથવા આઈબોર્ગ (Eyeborg) પણ કહે છે. ટર્મિનેટર એક હોલીવુડ ફિલ્મ છે.
રોબ સ્પેન્સે કહ્યું કે, શા માટે તેણે 2007માં તેની અસલી આંખ કાઢી નાખી અને તેની જગ્યાએ નકલી આંખની અંદર કેમેરા ફીટ કરાવ્યો. તેમાં બેટરી, સર્કિટ બોર્ડ અને કેમેરા સેન્સર છે. આવો તેના વિશે વિગતે જાણીએ... રોબ સ્પેન્સે જણાવ્યું કે, "જ્યારે હું નાનો હતો ત્યારે મારી સાથે દુર્ઘટના થઈ હતી. જ્યારે હું ફાયરિંગ કરી રહ્યો હતો અને મેં બંદૂક ખોટી રીતે પકડી હતી, જેના કારણે બંદુકની ગોળી મારી આંખમાં વાગી હતી. ગોળી વાગવાને કારણે અનેક સર્જરીઓ કરાવવી પડી હતી. ત્યાર બાદ મારી અસલી આંખ કાઢી નાખવામાં આવી હતી." "આ પછી સર્જરી કરવામાં આવી હતી અને એક નકલી આંખ ફીટ કરવામાં આવી હતી, જોકે તે કુદરતી આંખથી કૃત્રિમ આંખ બિલકુલ વિરુદ્ધ હતી. ત્યાર બાદ મેં એક નિર્ણય કર્યો, કે આ પ્રોસ્થેટિક આંખને હટાવીને તેની જગ્યાએ કેમેરા લગાવવાનું નક્કી કર્યું."
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
