<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

અંતરિક્ષમાં ફસાયેલ અંતરિક્ષ યાત્રીઓને લઈને નાસાએ બનાવ્યો નવો પ્લાન

નવી દિલ્હી: 6 જૂન 2024ના રોજ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયેલા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ બે મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. મૂળ તો તેમનું મિશન આઠ જ દિવસનું હતું. 14 જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી હતું, પણ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે સુનિતા સાથે એમના સહ-અંતરિક્ષયાત્રી બેરી વિલ્મોર પણ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’(ISS)માં અટવાયેલા છે. હાલ નાસા (NASA) બંને અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનથી પરત લાવવા માટે સ્ટારલાઇનર ઉપરાંત અન્ય બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં નાસાના અધિકારીએ જણાવ્યું કે, સ્ટારલાઇનર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને અવકાશમાંથી પરત લાવવા માટે તમામ શક્ય વિકલ્પો પર વિચાર ચાલુ છે. નાસાએ જે વિકલ્પો પર વિચાર કર્યા છે એમાંથી મુખ્ય વિકલ્પ મુજબ ફેબ્રુઆરી 2025 સુધી બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવી શકાશે. જો નાસા આ વિકલ્પ પર કામ કરશે તો તે સ્ટારલાઇનરનો ઉપયોગ કરવાના બદલે એલોન મસ્કના સ્પેસએક્સ મારફતે બંનેને પરત લાવવામાં આવશે. જો કે, નાસા હજુ પણ સ્ટારલાઇનરનો ઉપયોગ કરી બુચ અને સુનિતાને પરત લાવવા કામ કરી રહ્યું છે, પરંતુ જો એવું શક્ય નહી હોય તો નાસા ક્રુ 9ને અંવકાશ મિશન પર ભેજવા માટે સ્પેસએક્સ સાથે મળી કામ કરી રહ્યું છે. જો જરૂર પડશે તો અમે સુનિતા અને બુચને પણ એ મિશનમાં સામેલ કરી તેમને સુરક્ષીત પૃથ્વી પર પરત લાવવા અંગે વિચારી રહ્યા છે.

નાસા અને સ્પેસએક્સના સહયોગી મિશન ક્રુ 9 અંગે વાત કરતાં અધિકારીએ જણાવ્યું કે, આ મિશનનો ખાસ ઉદ્દેશ્ય બંને અવકાશ યાત્રીઓને 2025 સુધી પૃથ્વી પર સલામત પરત લાવવાનું છે. આ મિશન માટે અમે પૃથ્વી પરથી બે અવકાશયાત્રીઓને મોકલવા વિચારી રહ્યા છે. સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર આ મિશનના ભાગ તરીકે સ્પેસ સ્ટેશનમાં કામ કરશે અને પછી ચારેય અવકાશયાત્રીઓને ફેબ્રુઆરી 2025 સુધી પરત લાવવામાં આવશે. જો કે, નાસાએ હમણાં સુધી આ યોજનાને મંજૂરી આપી નથી, આ યોજના પર અત્યારે માત્ર વિચાર ચાલું છે.

(5:49 PM IST)