તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
યુક્રેન સામે યુદ્ધ લડવા સેનામાં જોડાવા માટે રશિયાના રાષ્ટ્રપતિએ આપી આ ઓફર

નવી દિલ્હી: યુક્રેન સામેના યુદ્ધને કારણે રશિયાને ભારે નુકસાન થઈ રહ્યું છે. બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં બંને પક્ષના લાખો સૈનિકો માર્યા ગયા છે. હવે રશિયાની સેનામાં સૈનિકોની સંખ્યા વધારવા માટે અધિકારીઓએ નવા સૈનિકોને બોનસ આપવાની તૈયારી કરી છે. રાષ્ટ્રીય સ્તરે પણ પુતિન દ્વારા આ યોજના લાગુ કરવા માટે તૈયારીઓ હાથ ધરાઇ રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને મંગળવારે (23 જુલાઈ) એક સત્તાવાર નિવેદન બહાર પાડીને લશ્કરમાં જોડાવનારા શહેરના રહેવાસીઓને 1.9 મિલિયન રુબેલ્સ એટલેકે અંદાજે રૂ. 18,41,697 વનટાઈમ બોનસની જાહેરાત કરી છે. નવા સૈનિકોને તેમની સેવાના પ્રથમ વર્ષમાં 5.2 મિલિયન રુબેલ્સ એટલેકે રૂ. 49,89,324.60 સુધીની ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય વધુમાં યુદ્ધમાં ઘાયલ થયેલા લોકોને તેમની ઇજાઓની ગંભીરતાના આધારે રૂ. 4,76,329.82થી રૂ. 9,53,496.77 સુધીની વનટાઈમ રકમ ચૂકવવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારને પણ રૂપિયા 28.58 લાખ ચૂકવવામાં આવશે
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
