તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
કેન્સરની સારવારમાં નવા યુગની થઇ શકે છે શરૂઆત
અમેરિકન વૈજ્ઞાનિકો એ શોધ્યુ ૧૨૫ વર્ષ જૂનું તત્વ કેન્સરની સારવારમાં કારગત છે એકટીનિયમ

નવી દિલ્હીઃ અમેરિકન રિસર્ચરોએ એક એવા તત્વની ભાળ મેળવી છે જે કેન્સર ના કોષોને ખતમ કરી શકે છે ફ્રેંચ વૈજ્ઞાનિક આંદ્રે-લુઈસ ડેબિયર્ને આ તત્વ એકટીનીયમને પહેલીવાર ૧૮૯૯ માં શોધી કાઢયુ હતું. હવે ૧૨૫ વર્ષ પછી ઉર્જા વિભાગની લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરીએ શોધ્યુંકે આ તત્વ કેન્સરના ઇલાજમાં કારગત સાબિત થઇ શકે છે. રિસર્ચરોનું કહેવું છે કે પ્રારંભિક પરિણામો કેન્સરની સારવારના એક નવા યુગ ની શરૂઆતના મોટા સંકેત છે.
એકટીનીયમ એક નરમ, ચાંદી જેવું સફેદ, રેડીયોએકટીવ ધાત્વીક તત્વ છે. નાભિકીય ઉર્જાથી માંડીને સારવાર સુધીમાં આ તત્વ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જે ટાર્ગેટેડ આલ્ફા થેરાપી (ટીએટી) વિધીમાં કારગત સાબિત થયું છે.
ટીએટી ટેકનીકમાં એન્ટી બોડીઝના માધ્યમથી રેડીઓએકટીવ તત્વોને કેન્સરવાળી જગ્યા સુધી પહોંચાડવામાં આવે છે. જયારે એકટીનિયમ નષ્ટ થાય છે. તો તે પોતાના ઉર્જાવાન કણોને છોડે છે. જે કેન્સર કોષોને ખતમ કરે છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
