તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
ધ્રુવોનો બરફ ઓગળવાથી ધીમી પડી ધરતીની ગતિઃ દિવસો લાંબા થશે
ધીમી ગતિ માટે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ પણ જવાબદાર

વોશીંગ્ટનઃ જળવાયુ પરિવર્તનની પૃથ્વી ની ગતિ પર પણ અસર થઇ રહી છે. એક નવા અભ્યાસ અનુસાર પૃથ્વીના ઉતર અને દક્ષિણ ધ્રુવો પર સ્થિત ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટીકાનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. જેનું પાણી ભૂમધ્ય રેખા તરફ આવી રહ્યું છે. તેના લીધે પૃથ્વીનું દ્રવ્યમાન વધી રહ્યું છે. અને પૃથ્વીની ફરવાની ગતિ ધીમી થઇ રહી છે. પૃથ્વીની ગતિ ધીમી થવાથી દિવસની લંબાઇ વધી રહી છે. રિચર્સ અનુસાર દિવસની લંબાઇ ૮૬૪૦૦ સેંકડ કરતા થોડીક મીલી સેકન્ડ વધી જશે.
અભ્યાસના સહલેખક બેનેડીકટ સોજા નું કહેવું છે કે આ બિલકુલ એના જેવું છે કે જેમાં સ્કેટીંગ કરતી વ્યકિત પહેલા પોતાના હાથોને પોતાની નજીક રાખે છે. અને પછી ધીમે ધીમે તેને ફેલાવે છે. તેના લીધે તે વ્યકિતની ફરવાની ગતિ પોતાની મેળે ધીમી થવા લાગે છે. કેમકે દ્રવ્યમાન ફરવાના કેન્દ્રથી દૂર જવા લાગે છે. તેમણે કહ્યું કે સંતરાના આકારની પૃથ્વીનો ભૂમધ્ય રેખાપાસે થોડોક હિસ્સો ઉપસેલો છે અને તેના આકાર ભરતી જવાળામુખી અને ભૂકંપના કારણે સતત બદલાઇ રહ્યો છે.
પૃથ્વીની ગતિ ધીમી થવાનું એક કારણ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ પણ છે જે સમુદ્રોનાપાણી ને ખેંચે છે અને ભરતી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને જવારીય ઘર્ષણ કહે છે. આ ભરતી-ઓટ પૃથ્વીના ફરવામાં ઘર્ષણ ઉતપન્ન કરે છે જેનાથી તેની ગતિ ધીમી થઇ જાય છે. આ કારણે લાખો વર્ષોમાં પૃથ્વીની ગતિ ધીમે ધીમે ૨.૪૦ મીલી સેકન્ડ પ્રતિ શતાબ્દી ઘટી ગઇ છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
