News of Wednesday, 17th July 2024
અમીર છોકરાને કઈ રીતે પટાવવો એ શીખવીને વર્ષે ૧૬૩ કરોડ રૂપિયા કમાય છે આ ચીની યુવતી
આ યુવતી છોકરીઓને એક સલાહના ૧૨,૯૪૫ રૂપિયા ચાર્જ કરે છેઃ સૌથી લોકપ્રિય કોર્સની ફી લગભગ ૪૪,૦૦૦ રૂપિયા છે

બીજીંગ,તા. ૧૭: કોઈ ખાસ સ્કિલ શીખવી હોય તો કોચિંગ ક્લાસ કરવા પડે છે, પણ હવે લવગુરુઓ પણ પ્રેમ કરતાં શીખવીને કરોડપતિ બની રહ્યા છે. જોકે પાડોશી દેશ ચીનની એક યુવતીએ તો એથીયે હદ કરી નાખી છે. ચીનની ચુઆનકુ નામની યુવતી કઈ રીતે અમીર છોકરાને પટાવી શકાય એના બાકાયદા ક્લાસ ચલાવે છે. કઈ રીતે અમીર છોકરાને પ્રેમમાં પાડીને તેની સાથે લગ્ન કરવાં એ શીખવવામાં આવે છે. એટલું જ નહીં, તે છોકરીઓને એક સલાહના ૧૨,૯૪૫ રૂપિયા ચાર્જ કરે છે. સૌથી લોકપ્રિય કોર્સની ફી લગભગ ૪૪,૦૦૦ રૂપિયા છે. જો તમને પર્સનલ કન્સલ્ટેશન જોઈતું હોય તો એ માટે મહિને ૧,૧૬,૦૦૦ રૂપિયા છે. સોશ્યલ મીડિયા ઉપરાંત તે વર્કશોપ અને સેમિનાર પણ યોજે છે અને એમાં પણ ધૂમ કમાય છે. આ પ્રકારની સ્કિલ્સ સોશ્યલ મીડિયા પર શીખવવાને કારણે થોડા સમય પહેલાં જ તેને ચીની સોશ્યલ મીડિયા વેઇબો પર બેન કરવામાં આવી છે. જોકે એમ છતાં તેના ધંધામાં કોઈ ફરક નથી પડ્યો. હવે તો ચુઆનકુબહેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને પર્સનલ ચેનલ ખોલીને વર્ષે કરોડોનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે પણ આ ચીની બહેન ૧૬૩ કરોડ રૂપિયા કમાયાં હતાં અને આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
