તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
જાણો ચોમાસામાં કઈ રીતે ફેલાય છે ડેન્ગ્યુ જેવી બીમારી

નવી દિલ્હી: એક સમય હતો જ્યારે ચોમાસું આવે અને મચ્છરજન્ય રોગ વકરતા. પણ હવે, ક્લાઇમેટ ચેન્જના પાપે મચ્છરોએ કાળોકેર વર્તાવવા માટે ચોમાસાની રાહ જોવી નથી પડતી. આખું વર્ષ જ મચ્છરોને મલેરિયા, ચિકુનગુનિયા અને ડેન્ગ્યૂ જેવા રોગ ફેલાવવાની અનુકૂળતા મળી રહેતી હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં એકલા વડોદરામાં જ ડેન્ગ્યૂના 92 કેસ નોંધાયા છે. અમદાવાદ અને આણંદ જેવા શહેરોમાં પણ ડેન્ગ્યૂના કેસ નોંધપાત્ર સંખ્યામાં મળી આવ્યા છે. મુંબઈ જેવા મહાનગરમાં તો સ્થિત ઔર ખરાબ છે. માણસોને ડેન્ગ્યૂ વાઇરસનો ચેપ ‘એડીસ એજીપ્ટી’ નામના માદા મચ્છરના ડંખથી લાગે છે. પાણીનો ભરાવો થયેલો હોય ત્યાં મચ્છર એના ઈંડા મૂકે છે. દસ દિવસ બાદ ઈંડામાંથી બચ્ચાં બહાર આવી જતા હોય છે. બચ્ચાં પુખ્ત મચ્છર બનીને ડેન્ગયૂ રોગચાળો વધારવામાં પોતાનો ફાળો આપતું હોય છે. મચ્છરની લાઇફ સાયકલ ઈંડા-લાર્વા-પ્યુપા-એડલ્ટ એમ ચાર તબક્કાની હોય છે, જેમાંના પહેલા ત્રણ પાણીમાં હોય છે, એટલે એમને પાણીમાં જ ખતમ કરી નાંખવા હિતાવહ છે. અગાઉ ફક્ત ચોમાસા દરમિયાન જ ડેન્ગ્યૂ ફેલાવાનો હાઉ રહેતો હતો, પણ હવે ચોમાસા સિવાયની મોસમમાં પણ ડેન્ગ્યૂની બિમારી જોવા મળે છે. જેના એકથી વધુ કારણો છે.
છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે મચ્છરો પણ પોતાની જીવન પ્રકૃતિ બદલી રહ્યા છે. ડેન્ગ્યૂ અને એના જેવા અન્ય વાયરસ ફેલાવતા મચ્છરો હવે આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. પહેલાના સમયમાં વરસાદ સીઝનમાં ચાર મહિના આવતો હતો. ત્યારબાદ આખું વર્ષ વરસાદનું નામો-નિશાન જોવા મળતું ન હતું. છેલ્લા થોડા વર્ષથી શિયાળા અને ઊનાળાની મોસમમાં પણ કમોસમી વરસાદ વરસી જતો હોય છે, જેના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ જતા હોય છે. મચ્છરોને થોડું પણ પાણી મળે તો એમાં ઈંડા મૂકીને પરિવાર વધારવા માંડે. આથી મચ્છરનો ઉપદ્રવ આખું વર્ષ જોવા મળે છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
