<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જાણો બાળકોને કઈ ઉંમરથી ટૂથપેસ્ટ આપવું જોઈએ

નવી દિલ્હી: માતા-પિતાને હંમેશા તેમના નાના બાળકની ચિંતા સતત રહેતી હોય છે. ક્યારેક તેમના મનમાં તેમના બાળકના આહારને લઈને સવાલો રહેતા હોય છે, તો ક્યારેક તેઓ તેમની સફાઈ વગેરે અંગે ઈન્ટરનેટ પર વિવિધ વસ્તુઓ શોધતા રહેતા હોય છે. અને તેમાં પણ એક પ્રશ્ન હોય છે, નાના માસૂમ બાળકને ટૂથપેસ્ટને લઈને. બાળકના માતા-પિતા જાણવા માંગતા હોય છે કે, કઈ ઉંમરથી તેમણે તેમના બાળક માટે ટૂથપેસ્ટનો ઉપયોગ શરૂ કરાવવો જોઈએ, જેથી તેના દાંતને કોઈ નુકસાન ન થાય? આવો અમે તમને આ પ્રશ્નનું સમાધાન કરાવીએ. જેમ જેમ બાળકને દાંત આવવાના શરુ થવા લાગે છે, માતાપિતા તેના માટે ટૂથપેસ્ટ શોધવાનું શરૂ કરે છે. એટલે આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે બાળકને કઈ ઉંમરે ટૂથપેસ્ટ આપવી જોઈએ. ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે બાળક આઠથી બાર મહિનાનું થાય છે, ત્યારે તે તમને જોઈને વસ્તુઓ સમજવા લાગે છે. તેની સાથે-સાથે તેના દાંત પણ આવવા લાગે છે. એટલે તમે ટૂથબ્રશનો ઉપયોગ શરૂ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી બાળક 18 મહિનાનું ન થાય ત્યાં સુધી ટૂથપેસ્ટ શરૂ કરવી જોઈએ નહીં. આ કારણે નાનું બાળક ટૂથપેસ્ટ થૂંકી શકતું નથી અને ગળી જાય છે. જે યોગ્ય નથી. બાળકને ટૂથપેસ્ટ આપવાની બાબતમાં જોઈએ તો, શરુઆતમાં બાળકને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગતો હોય છે, તેથી તે વધુ ટૂથપેસ્ટ લેવાની કોશિશ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકને ટૂથપેસ્ટની માત્રા એક વટાણાથી વધુ ન હોવી જોઈએ. બાળક ચાર વર્ષનું થાય ત્યાં સુધી ટૂથપેસ્ટની માત્રા વટાણાના દાણા જેટલી રાખવી જોઈએ.

(5:00 PM IST)