<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

આ દેશમાં નથી લેવાતો એક પણ રૂપિયાનો ટેક્સ

નવી દિલ્હી:  જો તમે નોકરી કરતાં હોવ કે કોઈ નાનો- મોટો બિઝનેસ કરતાં હોવ અને તમે આવકવેરો ચૂકવવાપાત્ર છો, તો તમે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરીને ચૂકવી શકો છો. કારણ કે, દર વર્ષની જેમ આ વખતે પણ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ આપવામાં આવી છે. તેમજ જો, તમારો વધારાનો TDS કાપવામાં આવ્યો હોય, તો પણ તમે ITR ફાઇલ કરીને તેનો દાવો કરી શકો છો. નાણા મંત્રાલય દ્વારા આવકવેરા કાયદા હેઠળ જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા  હેઠળ આવકવેરો ચૂકવવાની સુવિધા આપવામાં આવી છે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ તમારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ચૂકવવાનો રહેતો નથી. પરંતુ તેમા તમને વિવિધ પ્રકારના રોકાણ પર ટેક્સમાંથી રાહત મળે છે. તો બીજી બાજુ નવી કર વ્યવસ્થા અંતર્ગત 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. પરંતુ તેના અંતર્ગત તમને કોઈપણ પ્રકારના રોકાણ પર આવકવેરામાંથી રાહત મળતી નથી. પરંતુ તમે જાણો કે કેટલાક દેશો એવા છે કે, જ્યાં સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. એટલે કે ત્યાં સમગ્ર આવક વ્યક્તિના હાથમાં રહે છે. એવા કેટલાક દેશો છે કે જે ટેક્સ ફ્રી દેશો છે. આવા દેશમાં પહેલા નંબર પર સંયુક્ત આરબ અમીરાતનું નામ આવે છે, જે ટેક્સ ફ્રી દેશ છે. અહીં ક્રુડ ઓઈલનો વેપાર થાય છે અને સમગ્ર અર્થવ્યવસ્થા તેના પર નિર્ભર છે. અહીં પણ લોકોએ કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી. ખાડી દેશ બહેરીનની સરકાર તેના નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલતી નથી.

(5:00 PM IST)