<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પૂર્વ અમેરિકી રાષ્‍ટ્રપતિ રૂઝવેલ્‍ટની પ્રિય ઘડીયાળ ૩૭ વર્ષે મળી આવી

વર્ષ ૧૯૮૭માં ચોરી થઇ હતીઃ ઓકશન હાઉસમાં જોવા મળતા પરત લેવાઇ

વોશીંગ્‍ટન તા. ર૯: અમેરિકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્‍ટની મનપસંદ ઘડીયાળ ૩૭ વર્ષ બાદ મળી આવી છે. આ પોકેટ ઘડીયાળ હંમેશા રૂઝવેલ્‍ટ પોતાની સાથે જ રાખતા. સાધારણ દેખાતી આ ઘડીયાળ રૂઝવેલ્‍ટન.ે ખુબ પ્રિય હતી કેમ કે તેને તેમના બહેન કોરીને ભેટ આપી હતી.

ભેટ મળ્‍યા બાદ રૂઝવેલ્‍ટે બહેન કોરીનને પત્ર લખેલ કે તું મને આનાથી ઉપયોગી ભેટ ન આપી શકત, આ બિલકુલ એવી જ છે જેવી મને જોઇતી હતી. આ ઘડીયાળ ૧૯૧૯માં રૂઝવેલ્‍ટના અવસાન બાદ તેમના આઇલેન્‍ડ સ્‍થિત નિવાસસ્‍થાને રખાઇ હતી. ૧૯૮૭માં ચોરી થયાના ૩૭ વર્ષ બાદ ફલોરીડાના એક હરરાજી ઘરમાં તે જોવા મળ્‍યા બાદ તેને પરત લેવામાં આવી હતી.

(1:45 PM IST)