તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
હવે આ દેશ પર પણ હુમલો કરવા માટે તૈયાર થયું ઇઝરાયેલ

નવી દિલ્હી: ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર છેલ્લા 9 મહિનાથી સતત હુમલા ચાલુ છે. ખાન યૂનિસ, રાફા સહિત ઘણા શહેર ઈઝરાયલી હુમલાથી તબાહ થઈ ચૂક્યા છે અને લગભગ 10 લાખ લોકોને પલાયન કરવું પડ્યું છે. તે બાદ હવે તે વધુ એક મોર્ચો ખોલવાની તૈયારીમાં છે. ઈઝરાયલે લેબનાનની સરહદ પર પોતાના સૈનિકોને તૈનાત કરી દીધા છે અને કોઈ પણ સમયે હુમલા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની તરફથી જારી હુમલાની વચ્ચે ઈઝરાયલ પર હિઝબુલ્લાહે પણ આતંકી હુમલા કર્યાં હતા. આ આંતકી સંગઠન લેબનાનમાં સક્રિય છે અને તેને ઈરાનનું સમર્થન છે. દરમિયાન ઈઝરાયલે હવે લેબનાનને જ નિશાન બનાવવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયલના આ એલાનની સાથે જ વિશ્વભરના નેતા સતર્ક થઈ ગયા છે. ઘણા નેતાઓએ બેન્જામિન નેતન્યાહુને ચેતવ્યા છે કે તે આનાથી બચે કેમ કે યુદ્ધ મોટું સ્વરૂપ લઈ શકે છે. નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તે ઈઝરાયલી સુરક્ષા દળોથી કહી રહ્યાં છે કે અમે જીત માટે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયલના વરિષ્ઠ અધિકારીઓએ લેબનાન સરહદનો પ્રવાસ કર્યો છે. લેબનાન અને ઈઝરાયલની વચ્ચે આ તણાવ એવા સમયે થયો છે, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર યાઓવ ગેલેન્ટ 4 દિવસના વોશિંગ્ટન પ્રવાસથી નીકળ્યા છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
