તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
તુર્કીના તુજ સરોવરનો પીન્ક કલર લાખો પ્રવાસીઓનું આકર્ષણ

તુર્કીમાં બીજા નંબરનું સૌથી મોટું સરોવર છે તુજ સરોવર, જેને ર૦૦૧ માં ખાસ સંરક્ષિત વિસ્તાર જાહેર કરાયો હતો. ૧૬૬પ ચોરસ કિલો મીટરમાં ફેલાયેલ આ સરોવર વિશ્વના સૌથી મોટા હાઇપરસેલાઇન સરોવરોમાં એક હતું. અંકારાથી ૧પ૦ કિલો મીટર દક્ષિણ પૂર્વમાં સેન્ટ્રલ એનાટોલિયા વિસ્તારમાં આવેલ તુજ સરોવર ર૦ર૧ માં સાવ સૂકાઇ ગયુ હતું. અમુક પર્યટકો અહીંના અદ્વિતીય કુદરતી સૌંદર્ય વચ્ચે ફરવાનો આનંદ માણે છે, જયારે બાકીના મેડીકલ લાભ મેળવવા માટે સરોવરના ખારા પાણીમાં ઉઘાડા પગે ચાલવાનું પસંદ કરે છે. શેવાળ અને બેકટેરીયાની અધિકતાના કારણે આ સરોવરનો રંગ ગુલાબી થવા લાગ્યો છે. રંગમાં આ ફેરફારે તુજ સરોવરને સ્થાનીક અને વિદેશી પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થાન બનાવી દીધુ છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
