તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 28th June 2024
ઓસ્ટ્રીયામાં ૫૨ વર્ષની વ્યકિતનો ગજબનો કિસ્સોઃ બહુ સીગારેટો ફુંકવાથી ગળાની અંદર ઉગવા લાગ્યા વાળ
પહેલી વાર વાળ દૂર કર્યા તો ફરીથી ઉગ્યા, ૧૪ વર્ષ ચાલી સારવાર

ન્યુયોર્ક,તા. ૨૮: ધ્રુમપાનથી કેન્સર, દમ, ફેફસાની બિમારીઓ ઉપરાંત આરોગ્ય વિષયક અન્ય તકલીફોનું જોખમ તો રહેતુ જ હોય છે. પણ ઓસ્ટ્રીયામાંથી ધ્રુમપાન સાથે સંકળાયેલ એક ગંભીર કેસ સામે આવ્યો છે. ત્યાં પર વર્ષની એક વ્યકિત જે લાંબા સમયથી ધ્રુમપાન કરતો હતો. તેના ગળામાં લાંબા વાળ ઉગી ગયા હતા. અમેરિકન જર્નલ ઓફ કેસ રિપોર્ટસમાં આનો ખુલાસો કરાયો હતો.
ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર, આ વ્યકિત ૩૦ વર્ષથી ધૂમ્રપાન કરી રહ્યો હતો. ૨૦૦૭માં ગળામાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસની તકલીફ થવાથી તે ડોકટર પાસે પહોંચ્યો. તપાસમાં ખબર પડી કે તેના ગળામાં કાળાવાળ ઉગી ગયા છે. આ જોઇને ડોકટરો પણ છક થઇ ગયા કેમ કે વાળ બે ઇંચ જેટલા લાંબા હતા. તેને વારાફરતી દૂર કરવા માટે આ વ્યકિતએ ૧૪ વર્ષની સારવારમાંથી પસાર થવું પડયું.
ડોકટરોએ આ વ્યકિતના ગળામાંથી વાળ દૂર કર્યા તો તેની જગ્યાએ નવા વાળ ઉગ્યા. ડોકટરો અનુસાર ધ્રુમપાન ચાલુ રાખવાથી આમ થયુ હતું. ડોકટરોએ આને ‘એંડોટ્રેકીયલ હેર ગ્રોથ ગણાવ્યો હતો અંતે આ વ્યકિતએ સિગારેટ ફુંકવાનું બંધ કર્યું હતું.'
ડોકટરોએ ગળાના વાળને કાયમી ધોરણે નિર્મૂળ કરવા માટે સારવાર દરમ્યાન એંડોસ્કોપિક પ્લાઝમા નામની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ ટેકનીકમાં વાળને મૂળમાંથી બાળી નાખવામાં આવે છે. તેનાથી વાળને ફરીથી ઉગતા રોકી શકાય છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
