<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

૧૩ વર્ષના નર સાપે ૧૪ બચ્‍ચાંને જન્‍મ આપ્‍યો

લંડન,તા. ૨૮: ઇંગ્‍લેન્‍ડની પોર્ટ્‍સમાઉથ કોલેજમાં રહેતા રોનાલ્‍ડો નામના બ્રાઝિલિયન અજગરે પ્રાણીનિષ્‍ણાતોને અચંબામાં મૂકી દીધા છે. નવ વર્ષથી રોનાલ્‍ડો આ કોલેજના એનિમલ-કેરની દેખરેખ હેઠળ એક પાંજરાંમાં પુરાયેલો છે. બોઆ કન્‍સ્‍ટ્રિક્‍ટર પ્રજાતિના આ અજગરને જયારે આ કેર-સેન્‍ટરમાં લાવવામાં આવ્‍યો ત્‍યારે એ નર હતો એવું તમામ નિષ્‍ણાતોએ નોંધ્‍યું હતું. જોકે તાજેતરમાં તેણે ૧૩ બચ્‍ચાંને જન્‍મ આપ્‍યો હતો.

નર સાપ બચ્‍ચાંને જન્‍મ કઈ રીતે આપી શકે? એ તપાસતાં ખબર પડી કે આ અજગરમાં માદા પ્રજનનઅંગો છે. નવાઈની વાત એ છે કે છેલ્લાં નવ વર્ષમાં આ અજગરભાઈ કેદમાં જ છે અને એના સંપર્કમાં બીજો કોઈ જ સાપ આવ્‍યો હોય એવું બન્‍યું જ નથી એવું પોર્ટ્‍સમાઉથ કોલેજના નિષ્‍ણાતો છાતી ઠોકીને કહે છે. એવામાં નર-માદાના મિલન વિના ૧૪ બચ્‍ચાં કઈ રીતે જન્‍મ્‍યાં એ રહસ્‍યની વાત છે. કોલેજના એનિમલ નિષ્‍ણાત પીટ  ક્‍વિન્‍લેનનું કહેવું છે કે આ વર્જિન-બર્થ છે.

(9:35 AM IST)