News of Thursday, 20th June 2024
ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ નિયમોનું કર્યું ઉલ્લંઘન

નવી દિલ્હી: ઘણા સમયથી વૈશ્વિક કક્ષાએ તણાવો વધ્યા છે. રશિયા અને યુક્રેન ફેબ્રુઆરી, 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે મળતી માહિતી પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું કહેવું છે કે, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં વારંવાર યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે સાવચેતી રાખી નથી. ઓપરેશન દરમિયાન સેના લડવૈયાઓ અને નાગરિકો વચ્ચે અંતર કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે ગાઝામાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને નિર્દોષ પુરુષો માર્યા ગયા હતા. ઇઝરાયલે માનવ અધિકાર પરિષદના અહેવાલને નકારી કાઢ્યો છે અને તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. આ દરમિયાન, ગાઝામાં ઈઝરાયેલના સતત હુમલામાં અત્યાર સુધીમાં 37,400થી વધુ લોકો માર્યા ગયા છે. યુએનની તપાસ ટીમે ગાઝામાં ઈઝરાયેલી દળો દ્વારા થયેલા છ હુમલાઓની તપાસ કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે નાગરિક રહેણાંક પર હુમલો કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલામાં સુવ્યવસ્થિત રીતે અને પ્લાન બનાવીને કરવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી ન હતી.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
