<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

જોડિયાં બાળકો છ મહિનાના અંતરે જન્‍મ્‍યાં: બન્‍નેને જન્‍મ આપનાર મા પણ જુદી છે

આ સરોગેટ ન્‍યુયોર્કથી ૧૪૦૦ કિલોમીટર દૂર ઇલિનોઇમાં રહેતી હતી

ન્‍યુયોર્ક,તા. ૨૦: અમેરિકાની એક મહિલા એવાં જોડિયાં બાળકોની માતા છે જેમની વચ્‍ચે ૬ મહિના અને ૧૪૦૦ કિલોમીટરનું અંતર છે. વાત એમ છે કે ૪૨ વર્ષની એરિન ક્‍લેન્‍સીએ એક બાળકને પોતે જન્‍મ આપ્‍યો છે અને બીજાનો જન્‍મ સરોગસીથી થયો છે. એરિન એક કન્‍સ્‍ટ્રક્‍શન કંપનીની માલિક છે જેનાં લગ્ન ૨૦૨૦માં થયાં હતાં. એરિન અને તેના પતિ બ્રાયને લગ્નના ચાર મહિના બાદ ફેમિલી પ્‍લાનિંગ તો કર્યું પણ તેમને સફળતા ન મળતાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)નો સહારો લીધો હતો. જોકે એરિનને મિસકેરેજ થતાં અંતે તેણે સરોગસીથી માતા બનવાનો નિર્ણય કર્યો હતો.

આ સરોગેટ ન્‍યુ યોર્કથી ૧૪૦૦ કિલોમીટર દૂર ઇલિનોઇમાં રહેતી હતી. યોગાનુયોગ એરિન પ્રેગ્નન્‍ટ થઈ, પણ તેણે ભૂતકાળના અનુભવને કારણે સરોગસીનો વિકલ્‍પ પણ યથાવત્‌ રાખ્‍યો. એરિનની ગર્ભાવસ્‍થાના ૬ મહિના બાદ સરોગેટ મહિલામાં ભ્રૂણનું પ્રત્‍યારોપણ કરવામાં આવ્‍યું અને સમય જતાં એ વાત નક્કી થઈ ગઈ કે એરિન અને બ્રાયનને બે બાળકો થવાનાં છે. એક તરફ ન્‍યુ યોર્કમાં એરિને તેના મોટા પુત્ર ડાયલનને જન્‍મ આપ્‍યો અને તેના ૬ મહિના બાદ ઇલિનોઇમાં બીજા બાળક ડેકલાનનો જન્‍મ થયો હતો.

(9:52 AM IST)