News of Monday, 17th June 2024
પૃથ્વીથી 1હજાર પ્રકાશ વર્ષ દૂર આવેલ છે એલિયન સ્ટ્રક્ચર

નવી દિલ્હી: વિશ્વના ખગોળશાસ્ત્રીઓની ટીમે આપણી મિલ્કી વે ગેલેક્સી(જેને મંદાકિની કહેવાય છે)માં સાત અતિ વિરાટકાય તારા(સ્ટાર્સ) શોધ્યા છે.આ સાતેય તારા આપણા સૂર્યના કદ કરતાં ઘણા ઘણા વિરાટ છે. આ સંશોધનનો મહત્વનો મુદ્દો એ છે કે આ સાતેય વિરાટ તારાને ડાયસન સ્ફિયર કહેવાય છે. સરળ રીતે સમજીએ તો આ ડાયસન સ્ફિયરને ખગોળશાસ્ત્રીઓ જાયજેન્ટિક એલિયન સ્ટ્રક્ચર(સાવ જ અજાણ્યા તારા, જેના વિશે ખગોળ શાસ્ત્રીઓને બહુ નક્કર માહિતી નથી) કહે છે. હમણાં થયેલા સંશોધનમાં એવી મહત્વની સ્પષ્ટતા થઇ છે કે ખરેખર તો આ સાત તારા અફાટ અંતરિક્ષના હોટ ડોગ્ઝ છે. સરળ રીતે સમજીએ તો આ સાત તારા જાણે કે વિરાટ કદના ચળકતા અને રેડિયેશન (કિરણોત્સર્ગ) ફેંકતા ગોળા હોય તેવું લાગે છે. વિશેષ કાંઇ જ નથી. આ સાત તારા પૃથ્વીથી ૧,૦૦૦ પ્રકાશ વર્ષ જેટલા અતિ અતિ દૂરના અંતરે છે. વળી, આ તમામ સાત તારામાંથી વિપુલ માત્રામાં રેડિયેશન પણ બહાર ફેંકાય છે. ૨૦૨૪ના પ્રારંભમાં ખગોળ શાસ્ત્રીઓના એક જૂથે ૫૦ લાખ તારાનું વિશિષ્ટ કહી શકાય તેવું સર્વેક્ષણ કર્યું છે.આ સર્વેક્ષણનો હેતુ પોતાનામાંથી વિપુલ માત્રામાં રેડિયેશન ફેંકતા તારા શોધવાનો હતો. આવા સ્ટાર્સમાંથી ફેંકાતા રેડિયેશનના સિગ્નલ્સ એટલે કે ડાયસન સ્ફિયર એવું અર્થઘટન પણ કરી શકાય. ૧૯૬૦માં બ્રિટીશ-અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ફ્રીમેન જ્હોન ડાયસને એવી કાલ્પનિક થિયરી વહેતી હતી કે કરી કે અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં વસતા એલિયન્સ(જેને પરગ્રહવાસી કહીએ છીએ)ના જૂથે પોતાની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે આવા મહાકાય અને ભારે ઉર્જાવાન સાત તારાનું એક વિશેષ માળખું બનાવ્યું છે. આ સાતેય તારા ફરતે એક ખાસ પ્રકારનું કવચ બનાવ્યું છે આ કવચ બ્રહ્માંડમાંના બીજા મોટા તારામાંથી પ્રકાશ અને ઉર્જા બંને પોતાના ભણી ખેંચે છે. પોતાનામાં સમાવી લે છે. આ કવચ બનાવવા માટેનો પદાર્થ કે સામગ્રી એ જ તારા સમુહમાંના ગ્રહોમાંથી મળે છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
