તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
યુરોપનો સૌથી સુંદર દેશ ઓસ્ટ્રીયા બન્યો વિશ્વનો સૌથી ખુશાલ દેશ
સુરક્ષા, સરેરાશ પગાર અને ક્વોલિટી ઓફ લાઇફના આધારે દરજ્જો મળ્યો : આ દેશની સુંદરતા આંખે વળગે તેવી છે : ઉંચા-ઉંચા પહાડો અને સરોવરોના અદ્ભૂત નજારા માટે પ્રખ્યાત છે

લંડન તા. ૧૨ : એક નવા રિસર્ચમાં યુરોપના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક ગણાતા ઓસ્ટ્રિયાને દુનિયાનો સૌથી ખુશ દેશ જાહેર કર્યો છે. આ પરિણામો એક આヘર્યજનક છે, કારણ કે વર્ષો સુધી આ ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ માનવામાં આવતો હતો. પરંતુ આ રિસર્ચમાં ઓસ્ટ્રિયાને સુરક્ષા, સરેરાશ પગાર અને ક્વોલિટી ઓફ લાઇફના આધારે દરજજો મળ્યો છે.
જો તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી ખુશ દેશ કયો છે, તો તમે ફિનલેન્ડનું નામ લેશો. હા! આ વાત સાચી પણ છે કારણ કે વર્ષ ૨૦૨૪ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર આ જ દેશનું નામ છે. પરંતુ એક રિસર્ચમાં પરિણામ અલગ જ આવ્યું છે અને તેમાં જે દેશનું નામ સૌથી ખુશ દેશ તરીકે સામે આવ્યું છે તે ફિનલેન્ડ નહીં પરંતુ ઓસ્ટ્રિયા છે, જે યુરોપનો સૌથી સુંદર દેશ કહેવાય છે.
આ ચોંકાવનારા પરિણામ વૈશ્વિક ડેટાના વિશ્લેષણના આધારે Casino.com દ્વારા હાથ ધરાયેલા રિસર્ચમાં આવ્યા છે. આમાં સરેરાશ પગાર, બેરોજગારી દર, ગુનાખોરીનો દર, સૂર્યપ્રકાશના કલાકો અને નિવૃત્તિની સરેરાશ ઉંમર પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આમાં ઓસ્ટ્રિયાએ સંભવિત ૧૦માંથી ૭.૨૬નો હેપ્પી સ્કોર મેળવ્યો, જે તેને પ્રથમ સ્થાને લાવી દીધું.
જીવનની ગુણવત્તા, સરેરાશ પગાર અને સલામતી જેવા ફેક્ટરના આધારે ઓસ્ટ્રિયાને દુનિયાનો સૌથી સુખી દેશ માનવામાં આવ્યો છે. આ દેશની સુંદરતા આંખે વળગે તેવી છે, ઊંચા-ઊંચા પહાડો અને સરોવરોનાં અદ્ભૂત નજારા માટે પ્રખ્યાત છે. આ દેશ યુરોપની મધ્યમાં છે જયાં રાજધાની વિયેના જેવા ઘણા આકર્ષક શહેરો છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ રિસર્ચ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ૨૦૨૪દ્મક થોડું અલગ છે, જેમાં ફિનલેન્ડને શ્નવશ્વનો સૌથી સુખી દેશઙ્ખ તરીકે દર્શાવાયો છે. જો કે, સત્તાવાર વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, ઓસ્ટ્રિયા વૈશ્વિક સ્તરે ૧૪મા સૌથી ખુશ દેશ તરીકે ઉભરી આવ્યો છે. Casino.comના રિસર્ચ મુજબ, કે ઓસ્ટ્રિયાએ તેના વિશ્લેષણમાં મુખ્ય પરિબળો પર ઉચ્ચ સ્કોર કર્યો છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રિયાએ તમામ ફેક્ટરમાં હાઇ સ્કોર મેળવ્યો છે, જે છ ફેક્ટર પર ધ્યાન આપ્યું છે તેમાંથી ચાર માટે ટોચના ૧૦માં સ્થાન મેળવ્યું છે. અહીં ક્વોલિટી ઓફ લાઇફ ખૂબ સારી છે, સરેરાશ વાર્ષિક પગાર ૫૦,૪૩૬ પાઉન્ડ એટલે કે ૫૩ લાખ ૬૪ હજાર રૂપિયા છે અને નિવૃત્તિની ઉંમર ૬૨.૫ વર્ષ છે. વિઝન ઓફ હ્યુમેનિટીએ તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડ પીસ ઈન્ડેક્સના આધારે ઓસ્ટ્રિયાને દુનિયાનો પાંચમો સૌથી શાંતિપ્રિય દેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં દુનિયાભરના લોકોને ફરવાનું અને રહેવાનું પસંદ કરે છે. ૨૦ લોકોનું આ અનોખું શહેર રહેવા અને ફરવા માટે ખૂબ જ સલામત માનવામાં આવે છે. ઓસ્ટ્રિયાની આ રાજધાનીમાં ક્રાઇમ લેવલ ખૂબ જ ઓછું છે અને તેના ભરોસાપાત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટને કારણે અહીં રાત્રે પણ મુસાફરી કરવી સલામત માનવામાં આવે છે. આ શહેર ખાસ કરીને તેના સુંદર મહેલો માટે જાણીતું છે અને શિયાળામાં તે ક્રિસમસ માર્કેટની ઝળહળતી રોશનીથી જગમગી ઉઠે છે
ઓસ્ટ્રિયાના શહેરો જ નહીં પરંતુ ત્યાંના ગામડાઓની સુંદરતા પણ દુનિયામાં ઓછી ફેમસ નથી. તેનું ગામ અલ્પબેક તેના પરંપરાગત લાકડાના સ્થાપત્ય અને રંગબેરંગી ફૂલોના કારણે ઓસ્ટ્રિયાના સૌથી સુંદર ગામનું બિરૂદ જીત્યું છે. અહીં ૪૦૦થી વધુ સ્નાન તળાવો છે જે ઉનાળાની ઋતુમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આ સરોવરોમાંથી સૌથી સુંદરમાંથી એક તિરોલનું લેક એચેન્સી છે, જે ૨૦,૦૦૦ વર્ષ પહેલાં ગ્લેશિયર્સ દ્વારા આલ્પ્સમાંથી કોતરવામાં આવ્યું હતું.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
