News of Tuesday, 6th October 2026
રશિયાની અત્યંત ખતરનાક અને ગુપ્ત પ્લેગ લેબમાં રિસર્ચ કરી રહેલી ૨૮ વર્ષીય યુવાન મહિલા વૈજ્ઞાનિકનું કોઈ રહસ્યમય અને 'અજ્ઞાત' ચેપ લાગવાથી મોત થતાં વૈજ્ઞાનિક જગતમાં હાહાકાર મચી ગયો છે
બાયોલોજિકલ લેબોરેટરીઝની સુરક્ષા અને જીવલેણ વાયરસો પરના સંશોધનોની ભયાનક વાસ્તવિકતા સામે લાવતી આ ઘટનાથી ગ્લોબલ હેલ્થ એજન્સીઓ અને વૈશ્વિક સુરક્ષા મંચોના ઉડી ગયા હોશઃ મોસ્કોથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન અને મેડિકલ જગતને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! રશિયાની એક અત્યંત સુરક્ષિત અને ટોપ-સિક્રેટ પ્લેગ લેબોરેટરીમાં ફરજ બજાવતી ૨૮ વર્ષીય તેજસ્વી મહિલા વૈજ્ઞાનિક અચાનક જ કોઈ અજાણ્યા અને જીવલેણ સંક્રમણનો ભોગ બની ગઈ હતી. લેબમાં કામ કરતી વેળાએ જ તેમને આ અજ્ઞાત ઈન્ફેક્શન લાગુ પડ્યું હતું, જેની સારવાર મળે તે પહેલા જ ટૂંકી બીમારી બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
સાઇબિરીયાના શેલેખોવ શહેરમાં આવેલી 'ઇર્કુત્સ્ક રિસર્ચ એન્ટી-પ્લેગ ઇન્સ્ટિટયૂટ'માં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયન દાર્યા શિપિલોવા ને ગંભીર પ્રકારનો અજ્ઞાત ન્યુમોનિયા થયો હતો. તેની સ્થિતિ ઝડપથી બગડતાં તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો.
રશિયાની ચેપી રોગ નિયંત્રણ એજન્સી 'રોસ્પોટ્રેબનાડઝોર'એ આ મોતનું કારણ 'અજ્ઞાત કારણોસર થયેલો ન્યુમોનિયા' દર્શાવ્યું છે.
મહિલા વૈજ્ઞાનિકના મોત બાદ શેલેખોવ જિલ્લા હોસ્પિટલના ઇનપેશન્ટ વિભાગને તાત્કાલિક અસરથી ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. શેલેખોવના મેયર મેક્સિમ મોડિને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવા કે રજા આપવા પર કામચલાઉ રોક લગાવી દેવાઈ છે.
સ્થાનિક સ્વતંત્ર મીડિયા 'લ્યુડી બાઇકલ'ના અહેવાલો અનુસાર, મૃતકના સંપર્કમાં આવેલા કે લેબ સાથે જોડાયેલા આશરે ૨૦૦ જેટલા લોકોને ક્વોરેન્ટાઇન તેમજ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
રશિયન સંસ્થાઓ આ ઘટનાને લેબ અકસ્માત કે સંક્રમણ સાથે જોડવાનો ઇનકાર કરી રહી છે. 'રોસ્પોટ્રેેબનાડઝોર' એ દાવો કર્યો છે કે મૃતક મહિલાના સેમ્પલમાં તેની લેબ ડયુટી સાથે સંકળાયેલા કોઈ ખતરનાક સૂક્ષ્મ જીવાણુઓ (માઇક્રો-ઓર્ગેનિઝમ) મળ્યા નથી. જોકે, બીજી તરફ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એજન્સીના વડા એન્ના પોપોવા પોતે ઇર્કુત્સ્ક દોડી ગયા હતા. સ્થાનિક ગવર્નર ઇગોર કોબઝેવે સ્વીકાર્યું હતું કે પ્રદેશમાં 'અતિ જોખમી ઈન્ફેક્શનના શંકાસ્પદ કેસ' ને પગલે પ્રાદેશિક કમિશનની કટોકટીની બેઠક બોલાવવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સરકારી નિવેદનો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
