<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

નકલી મેસેજથી ૨૪ વર્ષના યુવાને ૭૪ કરોડ રૂપિયાની ક્રિપ્‍ટોકરન્‍સી ચોરી લીધી

લંડન,તા.૨૪: બ્રિટનના ૨૪ વર્ષના ટાયલર બુકાનન નામના યુવાને અમેરિકાની કંપનીઓની સિસ્‍ટમ હેક કરીને કરોડો રૂપિયાની વર્ચ્‍યુઅલ કરન્‍સી ચોરી હતી. ટાયલર અને તેની ટીમ કંપનીઓના કર્મચારીઓને નકલી મેસેજ મોકલતા. આ મેસેજ એવા હતા જાણે કે કંપની કે કોઈ સપ્‍લાયરે મોકલ્‍યા હોય. ટાયલરની ગેન્‍ગે ખાસ ફિશિગ કિટ બનાવી હતી જે નકલી વેબસાઇટ પર નાખેલી લોગ-ઇન ડીટેલ્‍સ પર સીધી પહોંચતી હતી અને આ જાણકારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરવામાં આવતી હતી. આ જાહેર માહિતીના આધારે અકાઉન્‍ટ હેક કરીને ક્રિપ્‍ટોકરન્‍સી ચોરવામાં આવતી હતી. ટાયલરની ગેન્‍ગે ૮ મિલ્‍યન ડોલર એટલે કે લગભગ ૭૪ કરોડ રૂપિયાની વર્ચ્‍યુઅલ કરન્‍સી તફડાવી લીધી હતી. આ ભાઈ હવે અમેરિકાની પોલીસ-કસ્‍ટડીમાં છે અને તેને વધુમાં વધુ બાવીસ વર્ષની સજા થાય એવી સંભાવના છે.

(3:08 PM IST)