તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 18th May 2026
દેડિયાપાડા તાલુકાના ઝાંક ગામમાં.નજીવી બાબતે બોલાચાલી બાદ મહિલાને કુહાડીની મુંદર વાગતા ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઝાંક ગામમાં.નજીવી બાબતે બોલાચાલી બાદ ફરિયાદી મહિલાને કુહાડીની મુંદર મારતા ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાલુબેન જમેસિંગભાઇ છીડીયાભાઇ વસાવા (ઉ.વ.આ.૬૫)( રહે.ઝાંક મોટુ ફળીયુ )નાઓએ આપેલી ફરિયાદ મુજબ રવિન્દ્રભાઇ બાબુભાઇ વસાવા (રહે.ઝાંક, તા.ચિકદા, જી.નર્મદા )નાઓએ રાલુબેન ના ઘરના આંગણામાં જઈ બુમો પાડી હીરજીભાઇને જણાવતો હતો કે, કેમ તું મારા માતા-પિતાના ઘરે મારી બહેન આવે છે ત્યારે ઘરે જઈને બોલાચાલી કરે છે તેમ કહી ગંદી ગાળો બોલતો હોય જેથી ફરી.બેન એ તેને જણાવેલ કે, તારી બહેન અમિતાબેન છેલ્લા એકાદ વર્ષથી એકલી જ સુરત તથા અંકલેશ્વર મુકામે ભાડે ઘર રાખીને રહે છે તો તમે કેમ તારી બેનને કહેતા નથી તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરવા લાગતા ફરી. બન્નેને છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેના હાથમાની કુહાડીનો હાથો ઝપાઝપી દરમ્યાન ફરી.ને વાગી જતા ઇજા થતા તેમજ ફરી.ને તથા સાહેદને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
