News of Friday, 22nd May 2026
અમદાવાદના નિકોલ વિસ્તારમાં હિલ ટાઉન કોમ્પ્લેક્સમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં એક યુવક લિફ્ટમાં ફસાયો
ઘટનાસ્થળે એકત્રિત થયેલા સ્થાનિક લોકો અને મુલાકાતીઓએ કોમ્પ્લેક્સના સંચાલકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હિલ ટાઉન કોમ્પ્લેક્સમાં એક યુવક લિફ્ટમાં ફસાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સમાં આવેલા થિયેટરની લિફ્ટમાં આ યુવક સવાર હતો તે દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં લિફ્ટ અધવચ્ચે જ અટકી પડી હતી અને લાઈટો બંધ થઈ ગઈ હતી. કટોકટીના આ સમયમાં કોમ્પ્લેક્સમાં પાવર બેકઅપ માટે જનરેટરની કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે નિર્દોષ યુવક એક કલાકથી પણ વધુ સમય સુધી બંધ લિફ્ટની અંદર ફસાયેલો રહ્યો હતો, જેના લીધે તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો. આ બેદરકારીને પગલે ઘટનાસ્થળે એકત્રિત થયેલા સ્થાનિક લોકો અને મુલાકાતીઓએ કોમ્પ્લેક્સના સંચાલકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
