તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 2nd November 2026
અમદાવાદના નરોડામાં લાકડીના ફટકા મારીને યુવકની હત્યા

અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં આંબેડકરનગર નજીક જતીન સોલંકી નામના યુવાનની કરપીણ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. સુમતિનાથ સોસાયટીના જતીન પર કર્મવીર હાઉસિંગ પાસે ૩ થી ૪ અજાણ્યા શખસોએ લાકડી-ધોકા વડે જીવલેણ હુમલો કરી ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતાર્યો હતો.
નરોડા પોલીસે તાત્કાલિક પહોંચી મળતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે હત્યાનું કારણ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
