તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 27th October 2026
તમારા ઘણા ચલણ બાકી છે, ભારે પેનલ્ટી અને લાયસન્સ રદ થવાથી બચો
હેલમેટનો દંડ કાયદેસર પણ સાયબર ફ્રોડની વેબસાઈટો સક્રિય : સાયબર ગઠીયાઓ સીધા વોટ્સઅપ પર નિયમિત રિમાઈન્ડર આપીને ઉપભોકતાને ત્રસ્ત કરીને ફસાવે છે

અમદાવાદ,તા.૨૭: અમદાવાદ શહેરના રાજમાર્ગો પર અત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ CCTV કેમેરા વાહનચાલકોની કડક ''નજરકેદ' કરી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ શહેરમાં વાહનચાલક તેમજ તેની પાછળ બેસનાર પિલિયન રાઈડર બંને માટે હેલમેટ પહેરવું અનિવાર્ય કરાયું હોવાથી નિયમભંગ બદલ સીધા ઘરે બેઠા રૃ. ૫૦૦નું ઈ-ચલણ ફટકારવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક પોલીસની આ કડક આકરી ઝુંબેશ વચ્ચે હવે સાયબર ક્રાઈમના ભેજાબાજ ગઠિયાઓ મેદાને પડયા છેઃ અને શહેરીજનોમાં એતરફ હેલમેટ ચલણનો ફફડાટ છે ત્યારે બીજી તરફ ડિજિટલ લૂંટારુઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવવાનું શરૃ કરીને છેલ્લા થોડા દિવસોથી અમદાવાદીઓના મોબાઈલ ફોન પર એક ચિતાજનક નકલી મેસેજ વાયરલ કર્યો છે જેમાં વાહન દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ થયો હોવાનું કહી રૃ. ૫૦૦નું હેલમેટ ચલણ ભરવા માટે આપેલી શંકાસ્પદ લિક પર તાત્કાલિક કિલક કરવા દબાણ કરાય છે. સામાન્ય નાગરિકો દંડની રકમ અને કોર્ટના લફડાથી બચવા માટે ઉતાવળમાં આ લિક પર કિલક કરી બેસે છે પરંતુ સાયબર એકસપર્ટ્સના મતે આ લિક ખોલતાની સાથે જ હુબેહૂ સરકારી પોર્ટલ જેવી દેખાતી નકલી વેબસાઈટ ખુલે છે જ્યાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરતા જ નાગરિકોના બેંક ખાતામાંથી હજારો રૃપિયા સાફ થઈ જાય છે અને અમુક કિસ્સામાં મોબાઈલમાં ગુપ્ત રીતે વાયરસ વાળી એપીકે ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે જે સીધો તમારો ઓટીપી અને બેંકિગ પાસવર્ડ હેકર્સ સુધી પહોંચાડે છે. લોકોમાં અત્યારે ભારે ભ્રમણા પ્રવર્તી રહી છે કે સાચા ચલણ કયાં અને ખોટા ચલણ કયા? સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસે જનતાને જાગૃત કરતા જણાવ્યું છે કે સત્તાવાર ઈ-ચલણ કયારેય કોઈ શંકાસ્પદ ખાનગી લિક કે વોટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવતું નથી કારણ કે સાચા ઈ-ચલણની લિકના અંતમાં હંમેશા .gov.in લખેલું હોય છે જ્યારે નકલી લિકમાં .com fu .org જેવી વિગતો હોય છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
