તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
યોગ દિવસ પર અમરેલીના ૧૦૦ વર્ષના જડીમાએ જુદા જુદા આસનો કરી આપી યુવાનોને પ્રેરણા
૧૦૦ વર્ષની ઉંમરે પણ અડગ જુસ્સા સાથે યોગાસનો કરતા જડીમાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં ભારે વાયરલ

અમદાવાદ,તા.૨૨: ગુજરાતમાં ૨૧ જૂનના રોજ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરોમાં યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઈને ગૃહ પ્રધાન અમિત શાહ, નાયબ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણીમાં અમુક કિસ્સાઓની ખાસ ચર્ચા થઈ હતી. અમરેલી જિલ્લાના નાના એવા સાજીયાવદર ગામ ૧૦૦ વર્ષના વડીલ જડીમાએ પણ યોગ કરીને ઉજવણીમાં સહભાગી થયા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી ઉજવણીના અનેક સમાચારો બહાર આવ્યા હતા, પરંતુ અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામના ૧૦૦ વર્ષના વડીલ જડીમા કટકિયાએ આ સદી વટાવી ચૂકેલી ઉંમરે પણ ઉત્સાહભેર યોગાભ્યાસ કરીને સૌ કોઈને આヘર્યચકિત કરી દીધા હતા.
વિશ્વ યોગ દિવસ પર જડીમાએ પોતાના ગામમાં અનોખી રીતે ભાગ લીધો હતો અને યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે જુદા જુદા આસનો કરીને લોકોને આજના તણાવપૂર્ણ જીવનમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. ૧૦૦ વર્ષની ઉંમરે પણ અડગ જુસ્સા સાથે યોગાસનો કરતા જડીમાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં ભારે વાયરલ થયો હતો.(
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
