<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર

કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા :આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

 અમદાવાદ :હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ અને થન્ડરસ્ટોર્મની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  

(11:57 AM IST)