<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સૂર્યદેવતાનો પ્રકોપ જારી રહેશેઃ સોમ થી શુક્ર હીટવેવની ચેતવણી

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૯ થી ૧૬મે સુધીની આગાહી : આગાહીના મોટાભાગના દિવસે તાપમાન ૪૩ થી ૪૫ ડીગ્રીની વચ્‍ચે જ રહેશે, અમુક સેન્‍ટરોમાં પારો ૪૫ ડીગ્રીને પણ વટાવશે

રાજકોટઃ સુર્યદેવતા કોપાયમાન છે. તાપ અને ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્‍યારે આગામી સપ્‍તાહમાં પણ ગરમીથી રાહત મળવાની નથી. આગામી અઠવાડીયે પણ તાપમાન ૪૩ થી ૪૫ ડીગ્રીની રેન્‍જમાં રહેશે તો ગરમ સેન્‍ટરોમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્‍યના મોટા ભાગના ગરમ કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં આશરે ૧.૫ ડીગ્રી વધુ નોંધાઈ રહ્યું છે.

જેમ કે રાજકોટ ૪૨.૮(નોર્મલ કરતાં ૧.૫ડીગ્રી વધુ), ડીસાઃ ૪૧.૮ (નોર્મલ કરતાં ૧.૨ડીગ્રી વધુ), અમરેલીઃ ૪૨.૭(નોર્મલ કરતાં ૧.૫ડીગ્રી વધુ), અમદાવાદઃ ૪૩.૧ (નોર્મલ કરતાં ૧.૬ડીગ્રી વધુ), વડોદરાઃ ૪૧.૬(નોર્મલ કરતાં ૧.૩ડીગ્રી વધુ), ભુજઃ ૪૧.૨ (નોર્મલ કરતાં ૧.૫ડીગ્રી વધુ) તાપમાન નોંધાયેલ.

હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ૪૦.૫ડીગ્રી થી ૪૧.૫ડીગ્રી ગણાય.

જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે ૯ મેથી ૧૬ મે સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમય દરમ્‍યાન પવનો મુખ્‍યત્‍વે પヘમિી દિશાના રહેશે. પવનની ઝડપ ૧૧ મે સુધી ૧૦ થી ૧૫ કિમી પ્રતિ કલાક, ત્‍યારબાદ ૧૫ થી ૨૫ કિમી પ્રતિ કલાકના રહેશે.

ઝાટકાના પવનોઃ૧૧ મે સુધી ૧૫ થી ૨૫ કિમી પ્રતિ કલાક, ત્‍યારબાદ ૨૫ થી ૩૫ કિમી પ્રતિ કલાક રહેશે.

મોટાભાગના દિવસોમાં આકાશ મુખ્‍યત્‍વે સ્‍વચ્‍છ રહેવાની શક્‍યતા છે.

ગુજરાત રાજ્‍યના ગરમ કેન્‍દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૩ડીગ્રી થી ૪૫ડીગ્રી વચ્‍ચે નોંધાવાની સંભાવના છે.

૧૧ મેથી ૧૫ મે ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં હીટ વેવની પરિસ્‍થિતિ સર્જાવાની શક્‍યતા છે. કેટલાક ગરમ કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન ૪૫ડીગ્રી થી વધુ નોંધાઈ શકે છે.

આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ૧ડીગ્રી થી ૩ડીગ્રી સુધીની વધઘટ થવાની શક્‍યતા છે, છતાં સામાન્‍ય રીતે તાપમાન આગાહી કરાયેલ મર્યાદામાં જ રહેવાની સંભાવના છે.

આવતા સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ઉનાળાની તીવ્ર ગરમીનો લાંબો સમયગાળો રહેવાની શક્‍યતા છે. ઘણા ગરમ કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન ૪૩ડીગ્રી થી ૪૫ડીગ્રી વચ્‍ચે રહેવાની સંભાવના છે, જ્‍યારે કેટલાક સ્‍થળોએ તાપમાન ૪૫ડીગ્રીને પણ પાર કરી શકે છે. પરિણામે ખાસ કરીને ૧૧ મેથી ૧૫ મે ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં હીટ વેવની પરિસ્‍થિતિ સર્જાવાની શક્‍યતા છે.

 

(1:53 PM IST)