<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

શ્રીકૃષ્‍ણને ગુરુમાની ઉપાસના કરવી કલ્‍યાણકારીઃ હનુમાનજી પણ શ્રેષ્ઠ ગુરુ

ગુરુકૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર, અજ્ઞાનમાંથી જ્ઞાન, અસત્‍યથી સત્‍ય, સંસારના બંધનમાંથી મોક્ષ તરફ દોરી જાય તેજ સાચા ગુરુ

વડોદરા,તા.૨૯: અષાઢ સુદ પૂનમે તીર્થક્ષત્રોએ ગુરુપૂર્ણિમા ઉજવાશે. મંદિરો, વૈષ્‍ણવ હવેલીઓ, ગુરુકુળ, આધ્‍યામિક સંકુલો, ધાર્મિક-સામાજિક સંસ્‍થાનો સહિત મઠ અને ગુરુગાદીએ ભક્‍તો અંતઃકરણની ઉર્મિથી ગુરુવંદના કરી ધન્‍યતા અનુભવશે.

ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ ભગવાન વેદવ્‍યાસજીનો જન્‍મોત્‍સવ છે. ભગવાન વેદવ્‍યાસજીને ભગવાન શ્રીનારાયણનો અંશાવતાર માનવામાં આવે છે અને તેઓ ચિરંજીવી ઋષિઓમાં સ્‍થાન ધરાવે છે. વેદવ્‍યાસજીએ ચારેય વેદોનું સંકલન કરવા ઉપરાંત અઢાર મહાપુરાણો, મહાભારત, બબસૂત્ર સહિત અનેક શાષોની રચના કરીને સમગ્ર માનવજાતને અમૂલ્‍ય જ્ઞાનનો ખજાનો આપ્‍યો છે. તેથી જ ગુરુપૂર્ણિમા જ્ઞાન, ભક્‍તિ અને ગુરુભક્‍તિનો પવિત્ર મહાપર્વ લેખાય છે. આપણા શાષોમાં ઉલ્‍લેખાયું છે કે અજ્ઞાનમાંથી જ્ઞાન, અસત્‍યથી સત્‍ય અને સંસારના બંધનમાંથી મોક્ષ તરફ દોરી જાય તે જ સાચા ગુરુ છે. સાચા ગુરુને ધનની ઈચ્‍છા નથી હોતી, તેઓ પોતાના શિષ્‍યની પ્રગતિ, સદાચાર અને આધ્‍યાત્‍મિક વિકાસને જ પોતાની સાચી ગુરુદક્ષિણા માને છે. આજે બુધવારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરવા માટે ગુરુસેવા અને ગુરુપૂજનના વિશેષ માહત્‍મ્‍યનો દોર જારી રહેશે.

વિદતોને વિદાય આપવા પૂજનની રીત

જન્‍મકુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય. લગ્નમાં વિલંબ થતો હોય, દાંપત્‍ય જીવનમાં મતભેદ હોય, સંતાન સુખમાં બાધા આવતી હોય અથવા શિક્ષણમાં અવરોધ હોય તો ગુરુપુર્ણિમાના દિવસે પીળા પુષ્‍પ, પીળા વસ્‍ત્ર, ચણાની દાળ, હળદર, કેસર, પીળો નૈવેધ તથા ચંદનના અત્તરથી ગુરુ અથવા ભગવાન બૃહસ્‍પતિનું પુજન કરવું જોઇએ.

ગુરુપૂર્ણિમાએ રાશિ પ્રમાણે પૂજન પ્રણાલી

મેષઃ ભગવાન બૃહસ્‍પતિને પીળાં પુષ્‍પ અર્પણ કરવા

વૃષભઃ પીળા વસ્‍ત્રનું દાન કરી કેસરનું તિલક કરવું

મિથુનઃ વિદ્યાર્થીઓને પુસ્‍તકોનું દાન કરવું

કર્કઃ કેળાનું દાન કરી શ્રીપ્રભુને પીળી મીઠાઈ ધરાવવી

સિંહઃ પીળાં ફળ, હળદર, ચણાની દાળનું દાન કરવું

કન્‍યાઃ વિષ્‍ણુ સહસ્‍ત્ર નામનો પાઠ કરવો

તુલાઃ વિધાર્થીને પીળાં વસ્‍ત્રનું દાન કરવું

વૃષિક: ભગવાનને ચંદન અને પીળા પુષ્‍પ અર્પણ કરવા

ધનઃ હળદરની માળાથી મંત્રજાપ કરવા

મકરઃ ચણાની દાળ અને ગોળનું દાન કરવું

કુંભઃ પીપળાને જળ અર્પણ કરી પીળાં ફળનું દાન કરવું

મીનઃ ગાયને કેળા અને ચણાની દાળ ખવડાવવી.

(1:19 PM IST)