તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 25th April 2026
રાજકીય પક્ષો માટે ચિંતાના સમાચાર : મતદાનના દિવસે ગુજરાતમાં આકરી ગરમી પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી, હીટવેવની ચેતવણી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું- 2026ની ચૂંટણીમાં મતદાન વખતે તાપમાન 44 ડિગ્રીને પાર જશે; મતદારોને સાવચેત રહેવા અપીલ

અમદાવાદ તા.૨૫: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2026માં યોજાનારી ચૂંટણીના મતદાનના દિવસને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે મતદાનના દિવસે રાજ્યમાં આકરી ગરમીનું મોજું ફરી વળશે અને હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, મતદાનના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો સૌથી વધુ રહેવાની શક્યતા છે.
તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે બપોરના સમયે મતદાન કરવા જવાનું ટાળે અને સવારના સમયે જ મતદાન કરી લે. સાથે જ મતદાન કરવા જતી વખતે પાણીની બોટલ, ટોપી અને છત્રી સાથે રાખવા સૂચન કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા પણ એપ્રિલ-મે મહિનામાં ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન મથકો પર છાયડો, પાણી અને ORSની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી શકે છે. અંબાલાલ પટેલની આ આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
