તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 20th June 2026
હીરામણિ સ્કૂલમાં યોગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાજકોટઃ દર વર્ષે જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગદિન ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુકત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઇ હતી. ગુજરાત રાજય યોગ બોર્ડ પヘમિ ઝોનના કો. ઓર્ડિનેટરશ્રી ડાર્ગીબેન શેઠ તેમજ ટ્રેનર જૈનીબેન કોઠારી અને ટ્રેનર કક્ષાબેન દુધાત્રાના માર્ગદર્શન હેઠળ અમદાવાદની હીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હીરામણિ સંસ્થાના પ્રમુખ અને સાંસદ-રાજયસભા શ્રી નરહરિ અમીન, સી.ઇ.ઓ. ભગવત અમીન, સ્કૂલના આચાયો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ યોગ કર્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
