<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, રાજપીપળા ખાતે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ભવ્ય ઉજવણી

રેલીમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ "હેપેટાઇટિસ નાબૂદ કરો", "સલામત ઇન્જેક્શન અપનાવો" જેવા સૂત્રો સાથે ભાગ લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, રાજપીપળા ખાતે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને જાગૃતિ સાથે કરવામાં આવી.

આ કાર્યક્રમ મેડિકલ સુપ્રિટેન્ડન્ડ,, નોડલ ઓફિસર ડો. મેનાત, HICC કમિટીના સભ્યો, ICN, DNS, All ANS, ART સેન્ટર અને ICTC સેન્ટરના તમામ સભ્યોની ઉપસ્થિતિ માં યોજાયો હતો.
આ પ્રસંગે તમામ હેડ નર્સ, હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ તેમજ નર્સિંગ કોલેજના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા હેપેટાઇટિસ અંગેની જાગૃતિમાં વધારો કરવાનો હેતુ હતો. જનજાગૃતિને વધુ વેગ આપવા માટે હોસ્પિટલના મુખ્ય ગેટથી જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી. રેલીમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ "હેપેટાઇટિસ નાબૂદ કરો", "સલામત ઇન્જેક્શન અપનાવો" જેવા સૂત્રો સાથે ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ HICC કમિટી દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા હોસ્પિટલ અને કોલેજ પરિવારમાં હેપેટાઇટિસ નિવારણ અને બચાવ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી.

(12:38 AM IST)