News of Monday, 25th May 2026
કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ. ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવીઃ કેન્સર કાંતિલાલને હરાવી શકયુ નહીં, પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો : કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ ૨૦૨૫માં મચ્છુ ડેમ(૨)નાં કાંઠે ૧૨૦૦ વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યું: વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં ૭૫માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન'નું લોકાર્પણ કર્યુ હતું

ગાંધીનગર તા. રપઃ ‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ,'' ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિને ચરિતાર્થ કરવાનું કામ રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રી કાંતિલાલ અમળતિયાએ મોરબીમાં કર્યું છે.
મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (૨) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની ૧૨૦૦ વીઘા જમીનમાં વર્ષ ૨૦૨૫માં દસ લાખ વળક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમળતિયાએ પરસેવો રેડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં ૭૫માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.
‘‘કાનાભાઈ''નાં હુલામણા નામથી જાણીતા કાંતિલાલ અમળતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે ૪૫૦૦ વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમળતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ' (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો.
મચ્છુ ડેમ (૨)ના કાંઠે આવેલી ટ્રસ્ટની ૧૨૦૦ વીધા જમીનમાં દસ લાખ વળક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.
૫૦૦ લોકોએ રોજ ૨૫ થી ૩૦ હજાર વળક્ષો વાવ્યાં
‘‘જ્યારે અમે એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનો નિર્ણય કર્યો ત્યારે વળક્ષારોપણ માટે મોટુ કારત કરતી સંસ્થા સદભાવના વળદ્ધાશ્રમની મદદથી વિગતવાર આયોજન કર્યું'', અભિયાનનાં પ્રારંભિક તબક્કાની યાદોને તાજી કરતાં શ્રી કાંતિલાલ અમળતિયાએ જણાવ્યું.
‘‘અમારા આ યજ્ઞમાં સદભાવના વળદ્ધાશ્રમને જોડ્યું. જમીન પડતર હતી એટલે સૌથી પહેલા તેને સમથળ કરી. માટીની ગુણવત્તા સુધારવા બહારથી હજ્જારો ટન સારી માટી અહીં ઠાલવી. મોટી માત્રામાં છાણીયું ખાત્તર નાંખી જમીનને ફળદ્રુપ બનાવી. ૧૨૦૦ વીઘા જમીનની ફરતે રફ ફેન્સિગ કર્યું. આ પછી વળક્ષારોપણ માટે એક સાથે ૫૦૦ માણસો જોડ્યા. રોજ અંદાજે ૨૫ થી ૩૦ હજાર વળક્ષો વાવવાનું ભગીરથ કામ હાથ ધર્યું. માત્ર ૩૭ દિવસનાં અથાક પ્રયત્નાં અંતે અમે ૧૦ લાખ વળક્ષો વાવ્યા,'' શ્રી કાંતિલાલ અમળતિયાએ વધુમાં જણાવ્યું.
વર્ષ ૨૦૨૫માં સપ્ટેમ્બર ૧૭નાં રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસે મોરબીમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે ‘નમો વન'નું લોકાર્પણ થયું.
કાંતિલાલ અમળતિયાએ જણાવ્યું કે, દસ લાખ વળક્ષોને નિયમિત ખાતર અને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું સંચાલન સદભાવના વળદ્ધાશ્રમ કરે છે. આજે આઠ મહિના પછી, આ દસ લાખ રોપા હવે મોટા થઇ વળક્ષો બની ગયાં છે.''
ભૂપેન્દ્રભાઇ પટેલે આઇકોનિક રોડ બનાવવા ત્રણ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી
‘‘મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ અમારા કાર્યમાં અંગત રસ લીધો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમણે બીજી વખત ‘નમો વન'ની મુલાકાત લીધી અને આ વન કવચ સુધી લોકો આવી શકે તે માટે આઇકોનિક રોડ બનાવવા માટે રૂ ૩ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે,'' શ્રી કાંતિલાલ અમળતિયાએ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું.
કાંતિલાલે કેન્સરને હરાવ્યુ, હવે શેષ જીવન પ્રકળતિને સમર્પિત
૬૪ વર્ષીય શ્રી કાંતિલાલ અમળતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે. સામાન્ય માણસ કેન્સરનાં નામથી હારી જાય પણ કાંતિલાલ એમાનાં નથી. પાંચ કિમોથેરાપી પુરી કરી હાલ ઇમ્યુનોથેરાપી લઇ રહેલા શ્રી કાંતિલાલ અમળતિયાએ લોકસંપર્ક ઘટાડ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેન્સરથી બચાવી, કુદરતે મને બીજુ જીવન આપ્યું છે અને આ બીજુ જીવન પ્રકળતિને સમર્પિત કરવા માંગુ છું.
‘‘કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકળતિક ખેતી, અને વળક્ષારોપણ અંગે જાગળતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વળક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય'', છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રી કાંતિલાલ અમળતિયાએ શેષ જીવનનો મર્મ સમજાવતા કહ્યું.

(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
