તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ગાંધીનગરમાં 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬' નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરને ગ્રીન ગ્રોથ અને ઝીરો-વેસ્ટ મોડેલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું
દક્ષિણ એશિયામાં પ્રથમ વખત યોજાઈ રહેલી ૧૦મી ગ્લોબલ સમિટમાં ૬૬ દેશોના ૨૦૦૦થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત; ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૨ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અને ૧ કરોડ નવી રોજગારીઓનું સર્જન થવાની ક્ષમતા

ગાંધીનગર : ગુજરાતની પાટનગરી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬' (WCEF 2026) ની ૧૦મી આવૃત્તિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર પ્રારંભ થયો છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં પ્રથમ વખત આયોજિત આ ચાર દિવસીય ગ્લોબલ સમિટમાં વિશ્વના ૬૬ દેશોના ૨૦૦૦થી વધુ ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો અને નીતિ-નિર્ધારકો ભાગ લઈ રહ્યા છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ ઉત્સર્જન ઘટાડવા, રિસાયક્લિંગ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને સંસાધનોના પુનઃઉપયોગ દ્વારા સસ્ટેનેબલ આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
સમિટ દરમિયાન નેતાઓએ ગ્રીન ઇનોવેશન્સ અને વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ દર્શાવતા ૧૨૫થી વધુ સ્ટોલ્સ ધરાવતા 'સર્ક્યુલરિટી એક્સ્પો'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીનું એક આદર્શ ઉદાહરણ તરીકે રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં અર્પણ થતા ફૂલ, જળ અને પંચામૃતનો કચરા તરીકે નિકાલ કરવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરીને ‘સોમ-ગંગા જળ’ અને અન્ય ઉપયોગી ઉત્પાદનો બનાવવામાં આવે છે, જે 'પ્રકૃતિ સાથે પ્રગતિ'નો ઉત્તમ સંદેશ આપે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારતમાં સર્ક્યુલર ઇકોનોમીના ભવિષ્ય અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં આ ક્ષેત્રનું બજાર મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલર (આશરે ₹૧૬૫ લાખ કરોડ) સુધી પહોંચવાની અને લગભગ ૧ કરોડ નવી હરિયાળી રોજગારીની તકો ઊભી થવાની અપા૨ સંભાવનાઓ છે. આ ફોરમ 'વસુધૈવ કુટુંબકમ્' ના મંત્ર સાથે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક સમૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવામાં સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
