<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વિધાનસભા સત્ર પહેલા સોમવારે કામકાજ સમિતિની બેઠક મળશે :ગૃહમાં રજૂ થનારા વિધેયકો સંદર્ભે પણ કરાશે ચર્ચા

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મળનાર બેઠકમાં ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ, શોક પ્રસ્તાવ સહિતના મુદ્દે કરાશે ચર્ચા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના આગામી સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક મળશે જેમાં ગૃહમાં રજૂ થનારા વિધેયકો મામલે ચર્ચા કરાશેવિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ, શોક પ્રસ્તાવ સહિતના મુદ્દે ચર્ચા કરાશે ,ગૃહમાં રજૂ થનારા વિધેયકો સંદર્ભે પણ ચર્ચા કરવા સાથે વિપક્ષના સભ્યોને ચર્ચા માટે મળનારાસમય અંગે પણ ચર્ચા કરવામાં આવશે 

(7:43 PM IST)