તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
માંડલના હાંસલપુર ગામમાં આવેલી ક્રિષ્ના મારૂતિ કંપની સામે કામદારોનો રોષ: હડતાળ ઉપર ઉતર્યાં
વર્ષોથી ચાલતા શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 150થી વધુ કામદારો રસ્તા પર ઉતરી હડતાળ પર ઉતરી આવ્યા

અમદાવાદ ગ્રામ્યમાં, માંડલ તાલુકાના હાંસલપુર ગામમાં આવેલી ક્રિષ્ના મારૂતિ કંપની (મોલ્ડીગ વિભાગ)સામે કામદારોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. વર્ષોથી ચાલતા શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 150થી વધુ કામદારો રસ્તા પર ઉતરી હડતાળ પર ઉતરી આવ્યા છે. કામદારો સાથે ભારે શોષણ થતું હોવાનો આરોપ છે. મજૂરોનો આક્ષેપ છે કે, દિવસના આઠ કલાકના કઠોર પરિશ્રમ છતાં તેમને સરકારના ધોરણ મુજબ વેતન આપવામાં આવતું નથી. સેફ્ટીના મુદ્દે પણ કંપની ગંભીર બેદરકારી દાખવી રહી હોવાનું કામદારો જણાવે છે. સાથે જ કેન્ટીનમાં આપવામાં આવતું ભોજન પણ નીચી ગુણવત્તાનું હોવાને કારણે કામદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ તમામ મુદ્દાઓ સામે કંપની તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, જેના કારણે કામદારોમાં રોષ વધુ વધ્યો છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
