News of Sunday, 4th October 2026
હવે વરસાદ નહીં આવે? અંબાલાલ પટેલે કરી હવામાન અંગે મોટી આગાહી
ખેલૈયાઓ અને ખેડૂતો માટે મહત્વના સમાચાર: ચોમાસાની વિદાય અને નવરાત્રિના વરસાદ અંગે ચોંકાવનારો વર્તારો

અમદાવાદ:ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાની વિદાયને લઈને નવી આગાહી કરી છે. ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે લોકોમાં મુખ્ય સવાલ એ છે કે 'હવે વરસાદ સંપૂર્ણપણે બંધ થશે કે કેમ?'
ચોમાસાની ક્રમશઃ વિદાય:
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાંથી ચોમાસું હવે ધીમે-ધીમે વિદાય લઈ રહ્યું છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી ચોમાસાની વાપસી શરૂ થઈ ગઈ છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી શકે છે.
નવરાત્રિ પર વરસાદનું સંકટ કેટલું?
નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચોક્કસ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ કે ઝાપટાં પડી શકે છે, જેનાથી ખેલૈયાઓમાં થોડી ચિંતા જોવા મળી શકે છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહેશે.
ખેડૂતો માટે રાહત અને ચેતવણી:
ચોમાસાની વિદાય સાથે જ પાક લણણીની કામગીરીમાં જોડાયેલા ખેડૂતો માટે આ સમય મહત્વનો છે. વરસાદનું પ્રમાણ ઘટતાં ખેતીના કામો ઝડપી બનશે. જોકે, સ્થાનિક કક્ષાએ થતા પલટા અને હસ્ત નક્ષત્ર ("હાથિયો")ની અસરને લીધે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે, તેથી ખેડૂતોને તૈયાર પાકની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
