<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અંગ્રેજી દારૂના ધંધામાં હવે મહિલા પણ સક્રીય....!!

ડેડીયાપાડા ટાઉનમાંથી વિદેશી દારૂ .રૂ.૩,૬૬ લાખ ના મુદામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેથી લાખો ના દારૂ સાથે મહિલા બુટલેગર ને દેડિયાપાડા પોલીસે ઝડપી લીધી હતી.

મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા, તથા  આર.બી. દેવધા, નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિઓને અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપેલ જે અનુસંધાને  વાય.એસ. શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, જી.નર્મદા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સારૂ જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ડેડીયાપાડા, થાણા ફળીયામાં રહેતી (૧) સંગીતાબેન  કમલેશભાઇ અમરસીંગભાઇ વસાવા તથા (૨) નીતાબેન રવિન્દ્રભાઇ મીરાભાઇ વસાવા નાઓ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ મંગાવી સંગીતાબેનના રહેણાંક ઘરમાં સંતાડી રાખેલ છે. જે બાતમી ના આધારે રેઇડ કરતા ગેર કાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૨૧૭૬ કુલ કિંમત રૂપીયા ૩,૬૬,૧૦૩/- નો પ્રોહી મુદામાલ સાથે (૧) સંગીતાબેન કમલેશભાઇ અમરસીંગભાઇ વસાવા તથા (૨) નીતાબેન રવિન્દ્રભાઇ મીરાભાઇ વસાવા નાઓએ હાજર મળી આવતા સ્ત્રી આરોપીઓ વિરૂધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

(10:35 PM IST)