તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th October 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં AIથી મંગેતરના અશ્લીલ ફોટા-વીડિયો બનાવી વાયરલ કરનાર મહિલા ઝડપાઈ
આરોપી મહિલાને પીડિત યુવતીના મંગેતર સાથે પ્રેમસંબંધ હતો.પ્રેમીનું સગપણ અન્ય યુવતી સાથે થતા બદલો લેવાના ઇરાદે તેની મંગેતરના AI દ્વારા તૈયાર કરેલા અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કર્યા હોવાનો આક્ષેપ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો દુરુપયોગ કરીને યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના કેસમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી મહિલાને પીડિત યુવતીના મંગેતર સાથે પ્રેમસંબંધ હતો. જોકે, તેના પ્રેમીનું સગપણ અન્ય યુવતી સાથે નક્કી થતાં આરોપી મહિલાએ બદલો લેવાના ઇરાદે તેની મંગેતરના AI દ્વારા તૈયાર કરેલા અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કર્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ ડીંડોલી પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી પાડી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અશ્લીલ ફોટા-વીડિયો બનાવવા તથા વાયરલ કરવા માટે AIનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના AI ટેક્નોલોજીના દુરુપયોગથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને ગોપનીયતાને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
