News of Monday, 16th November 2026
અમદાવાદના સેજપુર બોઘામાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી: વિરોધ કરતાં અશ્લીલ માગણી કરી હોવાનો આક્ષેપ: ધરપકડ
પરિણીત મહિલા પોતાના બેડરૂમમાં એકલી સૂતી હતી ત્યારે પ્રકાશ ઉર્ફે ભરમુડો ડાંડીયા ઘરમાં ઘૂસી ગયો :પરિવારજનોને જાણ થતાં આરોપી ફરાર થઈ ગયો

અમદાવાદના સેજપુર બોઘામાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. 30 વર્ષીય પરિણીત મહિલા 14 નવેમ્બરની રાત્રે પોતાના બેડરૂમમાં એકલી સૂતી હતી, ત્યારે 19 વર્ષીય પ્રકાશ ઉર્ફે ભરમુડો ડાંડીયા ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ મહિલાની છેડતી કરી હતી. મહિલાએ વિરોધ કરતાં અશ્લીલ માગણી પણ કરી હોવાનો આક્ષેપ છે. પરિવારજનોને જાણ થતાં આરોપી ફરાર થઈ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીની મેડિકલ તપાસ સહિત અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
